January 1, 2025

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! કારચાલકે બે બાળકોને કચડ્યા

સુરત: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં કાર ચાલકે બાળકોને કચડ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે જેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક કાળા કલરની કારમાં સવાર ચાલક સોસાયટીમાં રમી રહેલા બાળક પર કાર ચઢાવી નાંખે છે.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીની આ ઘટના છે જ્યાં કારચાલક સોસાયટીમાં રમી રેહલા બે બાળકોને કચડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કાર રિવર્સ લેતા સમયે બાળકો કચડાયા છે. જોકે સદનસીબે આ ઘટનામાં બાળકોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો: રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

સુરતના પર્વત પાટિયા વિસ્તારીમાં બનેલા આ બનાવ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના બાળકોને એકલા સોસાયટીમાં રમવા મૂકી દે છે અને તેમની સંભાળ રાખતા નથી. સોસાયટીમાં બાળકોને રમવા મોકલતા દરમિયાન ઘરના એક સભ્યએ તેમની સાથે રહેવું જોઈએ જેથી આ પ્રકારની ઘટના ન બને.