કાર સર્વિસ કરાવ્યા બાદ આટલી વસ્તુ ખાસ ચેક કરજો, સર્વિસ સ્ટેશનેથી ખબર પડી જશે
Car Care Tips: કાર નવી હોય કે જૂની, સમયસર તેની સર્વિસ કરાવવી જરૂરી છે. જો યોગ્ય સમયે કારની સર્વિસ નહીં કરાવો તો તે સમય પહેલા જ યોગ્ય રીતે કામ આપવાનું બંધ કરી શકે છે. કારની પ્રથમ સર્વિસ દરમિયાન મહત્તમ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે ઘણા લોકો પ્રથમ વખત સર્વિસ પ્રક્રિયા વિશે વધુ જાણતા નથી. અહીં જણાવી રહ્યા છીએ કે પહેલીવાર સેવા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
મેન્યુઅલ વાંચી જાવ
તમારે તમારી કારનું મેન્યુઅલ કાળજીપૂર્વક વાંચવું જોઈએ. જેથી કરીને ખબર પડે કે પ્રથમ સર્વિસ દરમિયાન કારમાં કઈ કઈ વસ્તુઓની તપાસ કરવાની જરૂર છે. મેકેનિક સાથે મેન્યુઅલમાં દર્શાવેલી સર્વિસિંગની યાદી તપાસો કે બધી વસ્તુઓ યોગ્ય રીતે જાળવવામાં આવી છે કે નહીં. કારના લિક્વિડ જેમ કે એન્જિન ઓઈલ, બ્રેક ફ્લુઈડ, કુલેટ અને પાવર ફ્લુઈડ તપાસો. ખાસ કરીને એન્જીન ઓઈલ બદલવાની ખાતરી કરો, કારણ કે તે એન્જીનનું પરફોર્મન્સ સુધારે છે. આ સાથે એર ફિલ્ટર અને ઓઈલ ફિલ્ટર બદલ્યા પછી તપાસો કે તે બરાબર સાફ થઈ છે કે નહીં.
આટલું ચેક કરી લેજો
બ્રેક્સ, ટાયર, બેટરી, લાઈટ્સ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ ચેક કરવાની ખાતરી કરો. જો બ્રેકમાં કોઈ સમસ્યા હોય તો તેને ઠીક કરો. ટાયરની સ્થિતિ અને એર પ્રેશર તપાસો. બેટરી યોગ્ય રીતે ચાર્જ થઈ રહી છે કે નહીં. તેના પર કોઈ કાટ નથી. તપાસ કરો કે કારની તમામ લાઇટ જેવી કે હેડલાઇટ, ટેલ લાઇટ, ઇન્ડિકેટર અને ઇન્ટિરિયર લાઇટ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં. વાઇપર બ્લેડ અને વિન્ડશિલ્ડ વોશર સિસ્ટમ પણ તપાસો.
આ પણ વાંચો: તહેવાર દરમિયાન આ સ્કૂટર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો ખાસ ઓફર
સસ્પેન્શન ચેક કરી લો
કારની પ્રથમ સર્વિસ દરમિયાન, અન્ડરકેરેજ અને સસ્પેન્શન તપાસો. અન્ડરકેરેજમાં કોઈ લીકેજ, નુકસાન અથવા સસ્પેન્શન સંબંધિત સમસ્યાઓ છે કે, કેમ તે આ જણાવશે. જો સસ્પેન્શન સારું હોય તો કારનું પર્ફોમન્સ સુધરે છે અને મુસાફરી આરામદાયક બને છે. જ્યારે કારની સર્વિસ કરવામાં આવે છે, ત્યારે તેના રિપોર્ટ્સ અને બિલ કાળજીપૂર્વક વાંચો. ખાતરી કરો કે બિલમાં કોઈ વધારાના શુલ્ક નથી ને. કારની સર્વિસ કર્યા પછી ટેસ્ટ ડ્રાઈવ લો. આ ણાવશે કે બધું બરાબર કામ કરી રહ્યું છે કે શું કોઈ સમસ્યા છે.