કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે
Car Care Tips: દરેક કાર માલિક ઈચ્છે છે કે તેની કાર હંમેશા સારું પરફોર્મન્સ આપે. કાર હંમેશા નુકસાન થયા વિના યોગ્ય રીતે ચાલવું જોઈએ. આ માટે કારની યોગ્ય જાળવણી જરૂરી છે. કારની યોગ્ય કાળજી કારલાઈફ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો કરે છે. અહીં 5 સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા કારને યોગ્ય રીતે મેન્ટેન કરી શકો છો.
પૈસા બચી જશે
તમારી કારના લુબ્રિકન્ટ્સ પર વધુ ધ્યાન આપવાથી ભવિષ્યમાં પૈસાની બચત થશે. કારના એન્જિન ઓઇલને નિયમિતપણે તપાસો કારણ કે એનાથી કારમાં ઘણોખરો ફેર પડે છે.ફ્યૂલ અને કાર ચાલવામાં પણ ફેર પડે છે.
નવું હેલ્ધી લુબ્રિકન્ટ આછો પીળો અથવા સોનેરી રંગનું હોય છે, જ્યારે જૂના અથવા અલહેલ્ધી લુબ્રિકન્ટ એન્જિન પરના ઘસારાને પરિણામે ઘેરા, કથ્થઈ અથવા કાળા રંગના હોય છે. તેને યોગ્ય સમયે બદલો
ટાયર ચેકઅપ
કાર એનું પર્ફોમન્સ જાળવી રાખે એ માટે ટાયરનું ચેકઅપ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ટાયરનું પ્રેશર નિયમિતપણે તપાસો. તેનાથી માઈલેજમાં સુધારો થાય છે. ઝડપથી ઘસારો અને ફાટી જવા અથવા ટાયર ફાટવાથી પણ બચી શકાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે કારની બ્રેકમાંથી એક વિચિત્ર અવાજ આવે છે અથવા પૈડાં ધ્રૂજી રહ્યાં છે અથવા વાઇબ્રેટ થઈ રહ્યાં છે. જો આવું થાય તો તાત્કાલિક ગેરેજ કે સર્વિસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. તેની તપાસ કરાવવી જોઈએ.
આ પણ વાંચો: મેન્યુઅલ ગિયરબોક્સ વાળી કાર ચલાવતા હોવ તો આટલું ખાસ ધ્યાન રાખજો
કુલેટ સિસ્ટમ ચેક કરો
કારની કુલેટ સિસ્ટમ સમયાંતરે ચેક કરતી રહેવી જોઈએ.કારમાં જે ગરમી પેદા થાય છે એને કંટ્રોલ કરવાનું કામ આ કરે છે. ખરાબ કુલેને કારણે એન્જિન બગડે છે. એન્જિન ખરાબ થાય એટલે ખિસ્સાનો ભાર વધે છે. જો તે યોગ્ય રીતે કામ કરતું નથી, તો તરત જ તેને વ્યવસ્થિત કરાવાવું અનિવાર્ય છે.
એન્જિનસ માટે બેસ્ટ ફ્યૂલ જોઈએ
એન્જિનને અંદરથી સાફ રાખવા બેસ્ટ ફ્યૂલનો ઉપયોગ કરવો જોઈએ. સમયાંતરે ઓઈલ બદલવું પડે છે. આ માટે બેસ્ટ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. સમયાંતરે એન્જિનની આસપાસ સાફ સફાઈ કરવી જોઈએ. ધૂળ અને ગંદકી એન્જિનને નુકસાન કરે છે.