December 23, 2024

સૌરાષ્ટ્ર પંથકમાં પાણીએ વધારી પરેશાની, ક્યાંક કાર તો ક્યાંક યુવાન તણાયો

Monsoon 2024: બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તમામ નદીઓમાં નવા પાણીની આવક થઈ છે. હજૂ પણ વરસાદ અવિરત પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઘણા અણબનાવો પણ બની રહ્યા છે. તેવા હાલ 2 બનાવો સામે આવ્યા છે. જેમાં બોટાદ અને જેતપુરમાં આવો બનાવ બન્યો છે.

કાળુભા નદીમાં કાર તણાઇ
સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે કાળુભા નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢડા તાલુકાના માલપરા ખીજડીયા વચ્ચે આવેલ કાળુભા નદીમાં કાર તણાઇ હતી. આ કારમાં આઠ લોકો સવાર હતા. તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઢસા પોલીસ સહિત સ્થાનિક આગેવાનો ધટના સ્થળે દોડીને તમામ લોકોનો જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પ્રવેશબંધી

યુવાન તણાયો
જેતપુરમાં આવેલા રૂપાવટી ગામે યુવાન તણાયો હોવાની વિગતો મળી છે. રૂપાવટી ગામમાં ફુલઝર નદી આવેલી છે તેમાં યુવાન તણાયો છે. યુવાન ફુલઝરના નદીનો કોઝવે પસાર કરી રહ્યો હતો તે સમયે તણાયો હોવાની વિગત મળી હતી. ગામના સ્થાનિક તરવૈયા દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. યુવાન તણાયો હોવાનો તંત્ર ને જાણ થતાં નગરપાલિકા, ફાયર ફાઇટર તરવૈયા મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી છે.