January 19, 2025

Rishabh Pant Pakistanને હરાવવા જબરદસ્ત તૈયારી કરી, વીડિયો વાયરલ

IND vs PAK: પાકિસ્તાન અને ભારતની ટીમનો આવતીકાલે મહામુકાબલો છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે. રિષભ પંત પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહ્યા છે. પાકિસ્તાન સામે રિષભ પંતની આ ત્રીજી મેચ હશે. પંતે આ મેચ પહેલા એવી પ્રેક્ટિસ કરી છે કે તે કરી શકે છે મોટો ફેરફાર.

ભારે પ્રેક્ટિસ કરી
T20 વર્લ્ડ કપ 2024માં ભારતની આગામી મેચ તેના મોટા વિરોધી પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાનની આ પહેલાનની મેચ યુએસ સામે હતી. જેમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે આ મેચમાં જીતવા માટે પાકિસ્તાનની ટીમ પુરો પ્રયાસ કરશે. તો બીજી બાજૂ ભારતીય ટીમના ખેલાડીઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. રિષભ પંતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ કહેશો કે હવે તો ભારતની જીત પાક્કી છે.

https://twitter.com/flamboypant/status/1799345544957186429

આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

સોશિયલ મીડિયા પર વાયરલ
રિષભ પંતની તૈયારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પંત એ બધું કરતો જોવા મળી રહ્યો છે જેમાં ટીમ ઈન્ડિયા તેની પાસેથી પાકિસ્તાન સામે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે. રિષભ પંતે પહેલા પેડ પહેરીને બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. રિષભ પંત શાનદાર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. જોવાનું રહ્યું કે કોને મળે છે કાલે જીત અને કોને મળે છે હાર.