December 19, 2024

WhatsAppમાં સ્ક્રીનશોટ નથી લઈ શકતા? જાણો નવું અપડેટ

અમદાવાદ: WhatsApp પોતાના વપરાશકર્તા માટે સતત અપડેટ લઈને આવે છે. જેમાં WhatsApp વપરાશકર્તાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ખાસ ફીચરને એડ કરી દેવામાં આવ્યું છે. જેમાં તમે હવેથી કોઈના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશો નહીં. આ ફીચર હાલમાં જ એડ કરવામાં આવ્યું છે. ધીરે ધીરે તમામ યુઝર્સ સુધી આ ફીચર પહોંચી જશે.

પ્રતિબંધ મૂકવાનું કામ
અત્યારે તમને ચિંતા થતી હોય છે કે તમે પ્રોફાઈલ ફોટો મૂકો અને કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ ના લઈ લે, પરંતુ હવેથી તમારે તે ચિંતા કરવાની જરૂર નથી. થોડા જ દિવસની અંદર તમામ WhatsApp વપરાશકર્તાને આ ફીચર મળી જશે. આ ફીચર રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે. ઘણા લાંબા સમયથી આ ફીચરની ચર્ચા કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે જો કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લે છે તો તે સ્ક્રીનશોટ તો લેશે. પરંતુ બ્લેક સ્ક્રીનશોટ સેવ થઈ જશે. આ સુવિધા ડિફૉલ્ટ રૂપે સક્ષમ હશે અને તેને અક્ષમ કરવાની કોઈ રીત જ નથી.

સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે?
આ પહેલા વોટ્સએપ પર યુઝર્સને પ્રોફાઈલ પિક્ચર સેવ કરવાનો ઓપ્શન હતો. પરંતુ વપરાશકર્તાઓની સુરક્ષામાં ભંગ થઈ રહ્યો હતો. જેના કારણે WhatsAppએ આ ફીચર હટાવી દીધું છે. જોકે મહત્વની વાત એ છે કે હજૂ સુધી કોઈ આ ફીચરને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં આ ફીચર દરેક માટે આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે થોડા જ દિવસોમાં તેને તમામ યુઝર્સ માટે તેને રિલીઝ કરવામાં આવશે.