September 19, 2024

ટ્રમ્પ અને કમલા શા માટે ગાંજાને કાયદેસર બનાવવા માગે છે?

Legalizing Marijuana In US: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ એકબીજાની નીતિઓની ટીકા કરી રહ્યા છે. ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેએ તેમના ચૂંટણી પ્રચારમાં ગાંજાના વેચાણને કાયદેસર બનાવવાની વાત કહી છે. અમેરિકામાં ગાંજાને કાયદેસર બનાવવો એ એક મોટો મુદ્દો કેમ બની ગયો છે? આવો જાણીએ.

ઉપયોગને કાયદેસર બનાવવો
અમેરિકામાં ગાંજાના ઉપયોગ પર પ્રતિબંધિત છે. ગાંજાના ઉપયોગ પર પ્રતિબંધિત હોવા છતાં અમેરિકાના લગભગ તમામ શહેરોમાં ગાંજાનો નશા તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે . યુ.એસ.ની લગભગ 53 ટકા વસ્તી વાળા રાજ્યો એવા છે જ્યાં ગાંજાનું વેચાણ કાયદેસર છે. આ કારણથી જ બંને પક્ષના નેતા કાયદેસર કરવાની વાત કરતા જોવા મળે છે. એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 70 ટકા અમેરિકને કહ્યું કે કે ગાંજાના ઉપયોગને કાયદેસર બનાવવો જોઈએ.

આ પણ વાંચો: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતાં 41 લોકોનાં મોત

ચૂંટણીમાં મોટો મુદ્દો
આ વખતે ચૂંટણીમાં બંને ઉમેદવારો ગાંજાને કાયદેસર કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગાંજાને કાયદેસર કરવાની વાત એક મુદ્દો બની ગયો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં ફ્લોરિડામાં ગાંજાને કાયદેસર બનાવવાના સમર્થનમાં મતદાન વિશે વાત કરતા જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં ગાંજા એક મોટો મુદ્દો બની રહ્યો હોવા છતાં નેતાઓનું વલણ ક્યારેય એકસરખું તો જોવા મળતું નથી. કમલા હેરિસે વર્ષ 2019માં ગાંજા સંબંધિત ગુનાઓને અપરાધિક ઠેરવવા માટે સેનેટમાં એક બિલ રજૂ કર્યું હતું. હવે જોવાનું રહ્યું કે ચૂંટણી સમયે જે તે પક્ષે કરેલા વાયદાઓ ચૂંટણી પછી પુર્ણ થાય છે કે નહીં. આ સાથે અમેરિકામાં ચૂંટણી પુર્ણ થયા બાદ ગાંજાને કાયદેસર બનાવવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.