December 19, 2024

ભારતીય મૂળના વિદ્યાર્થીની Canadaમાં ગોળી મારીને હત્યા, અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ

કેનેડા: પંજાબના લુધિયાણાથી કેનેડા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીની ત્યાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે 2019 માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો, તેણે હાલમાં કેનેડિયન કાયમી નિવાસીનો દરજ્જો મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, 28 વર્ષનો યુવરાજ સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. તેના પિતા રાજેશ ગોયલ લાકડાનો વ્યવસાય કરે છે, જ્યારે તેની માતા શકુન ગૃહિણી છે. યુવરાજનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી કે તેની કોઈ સાથે દુશ્મની પણ નથી. કેનેડિયન પોલીસ હત્યાની તપાસ કરી રહી છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

7 જૂને સવારે 8:46 વાગ્યે, સરે પોલીસને એક કોલ આવ્યો. જેમા માલૂમ પડ્યું કે 164મી સ્ટ્રીટના 900મા બ્લોકમાં ગોળીબાર કરવામાં આવ્યો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો ખબર પડી કે યુવરાજ મરી ગયો છે. જોકે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સરેના 23 વર્ષીય મનવીર બસરામ, 20 વર્ષીય સાહિબ બસરા, 23 વર્ષીય હરકીરત અને ઓન્ટારિયોના કાયલોન ફ્રાન્કોઈસની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે.

આ પણ વાંચો: યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં હારથી ગભરાયેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કેમ કરી સંસદ ભંગ

“સાર્જન્ટ ટિમોથી પીરોટીએ કહ્યું અમે સરે RPMC, એર 1 અને લોઅર મેઇનલેન્ડ ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સખત મહેનતની પ્રશંસા કરીએ છીએ,” . પરંતુ હજુ વધુ કામ કરવાનું બાકી છે. ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ ગોયલની હત્યા શા માટે કરવામાં આવી તેની તપાસમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળી નિશાન પર વાગી હતી. જો કે યુવરાજની હત્યા પાછળના કારણો જાણવામાં આવી રહ્યા છે.