November 19, 2024

શું રાજસ્થાન રોયલ્સ ટીમ હવે પ્લેઓફમાંથી બહાર થઈ શકે છે?

IPL 2024: સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમનું આ સિઝનમાં જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હાલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રાજસ્થાનની ટીમ છે. બાકીની બીજી ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ છે. આ તમામ સ્કોરને જોઈને લાગે છે કે રાજસ્થાન રોયલ્સનું સ્થાન પ્લેઓફમાં નક્કી છે. પરંતુ હજૂ સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ શું હજૂ પણ રાજસ્થાન રોયલ્સ ટીમ હવે પ્લેઓફમાંથી બહાર થઈ શકે છે? આવો સમીકરણને સમજીએ.

રાજસ્થાનની ટીમ નંબર વન
રાજસ્થાન રોયલ્સ ટીમ IPLમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે જેમાંથી 8 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. હવે ખાલી રાજસ્થાનની ટીમને 5 મેચ રમવાની બાકી છે. જો આવનારી મેચમાં રાજસ્થાની ટીમની હાર થાય છે તો ટીમ માટે સમસ્યા થઈ શકે છે. જો આવનારી મેચ હારશે તો તમામ ટીમના સમાન સ્કોર થઈ જશે અને તેમની પાસે રાજસ્થાનથી આગળ નીકળી જવાની તક પણ રહેશે.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

આ રીતે સમીકરણો સંભાવના
KKRની ટીમે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને હાલ તે પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાન પર છે. આ ટીમને હજૂ 6 મેચ રમવાની બાકી છે. જો KKRની ટીમે હવેની તમામ મેચ જીતે છે તો તેને 22 પોઈન્ટ મળશે. CSKની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને હજૂ 5 બાકી છે. જો CSKની ટીમ આગળની તમામ મેચ જીતે છે તો તેને 20 પોઈન્ટ મળી જશે. દિલ્હીની ટીમની વાત કરવામાં આવે તો હવેથી તમામ મેચ જીતે છે તો ટીમ પાસે 18 પોઈન્ટ આવી જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને એલએલજી તેણે 9 મેચ પણ રમી છે અને તેના 10 પોઈન્ટ છે. મતલબ કે ઘણી ટીમો પાસે ટોપ 4માં પહોંચવાની તક છે અને રાજસ્થાનની ટીમ પણ નીચે આવી શકે છે.