શું વિદ્યાર્થીઓ બાઇક અથવા ટુ વ્હીલર લોન માટે અરજી કરી શકે છે?
Auto News: આજના સમયમાં યુવાનોમાં બાઇક અને વ્હીલરનો ભારે ક્રેઝ જોવા મળે છે. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ બાઇક અથવા સ્કૂટર ખરીદી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે તમને સવાલ થતો હશે કે શું વિદ્યાર્થીઓ વ્હીલર લોન માટે અરજી કરી શકે છે? આવો જાણીએ આ માહિતી આ અહેવાલમાં.
વ્હીલર લોન માટે અરજી
મોટા ભાગના વિદ્યાર્થીઓમાં આજે ટુ વ્હીલરનો ક્રેઝ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થીઓ પાસે એટલા પૈસાઓ હોતા નથી કે તેમના શોખ પુરા કરી શકે. ત્યારે મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ વ્હીલર લોન માટે અરજી કરી શકે છે? તો જવાબ છે- હા. પરંતુ તેના માટે અમૂક નિયમ છે. જેનું પાલન કરવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે બેંકો સહિત ઘણી NBFC હવે તેમના માટે ખાસ ટુ વ્હીલર લોન આપે છે.
આ છે શરત
ટુ વ્હીલર લોન માટે અરજી કરવી છે તો તેના માટે તમારે સારો ક્રેડિટ સ્કોર અને સ્થિર રોજગાર ધરાવતા સહ-અરજદાર અથવા ગેરેંટરની જરૂર પડશે. ICICI ડાયરેક્ટરે આપેલી માહિતી પ્રમાણે સહ-અરજદાર હોવાને કારણે ચુકવણી ન થાય તો વળતર મળશે. આ સાથે અરજદાર ભારતનો હોવો જરૂરી છે. જે લોન માટે અરજી કરે છે તેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જરૂરી છે. અરજીમાં તમારૂ કાયમી સરનામું હોવું આવશ્યક છે.ટુ વ્હીલર લોન માટે અરજી કર્યા બાદ તેની ચકાસણીમાં 3 દિવસ સુધીનો સમય લાગી શકે છે. વિદ્યાર્થી અરજદાર હોય છે જેના કારણે લોનની મુદત માત્ર ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવે છે. એક માહિતી પ્રમાણે લોન હેઠળ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ટુ-વ્હીલર ખરીદી શકે છે. તેના માટો કોઈ પણ પ્રતિબંધ નથી. તમે કોઈ પણ પ્રકારના વાહનની ખરીદી કરી શકો છે.
આ પણ વાંચો: ડ્યૂલટચ કેબિન થીમ સાથે આવશે ટાટાની કાર, ત્રણેય ફ્યૂલ કેટેગરીમાં આવશે
આ દસ્તાવેજો આપવાના
અરજી કરવા માટે તમારે આ દસ્તાવેજો આપવાના રહેશે. જેમાં આધાર કાર્ડ, મતદાર ID,ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ બેંક પાસબુક, પાસપોર્ટ, યુટિલિટી બિલ વગેરે હોવું જોઈએ. આ સાથે છેલ્લા બે વર્ષના વ્યવસાયનો પુરાવો, આવકવેરા રિટર્ન અને એક વર્ષના બેંક સ્ટેટમેન્ટ હોવા જરૂરી છે. જો અરજદાર કોઈ જગ્યાએ કામ કરતો હોય તો તેને 6 મહિના સુધીની સેલેરી સ્લિપ આપવાની રહેશે.