November 15, 2024

શું નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કસરત કરાય કે નહીં?

અમદાવાદ: આજકાલ લોકોમાં ફિટનેસનો ક્રેઝ વધી રહ્યો છે. જેના માટે તેઓ કસરતથી લઈને ઉપવાસ સુધીની પદ્ધતિઓ અપનાવે છે. તેમજ હાલ ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે લોકો આ 9 દિવસોમાં વ્રત રાખે છે. વ્રત રાખવું આપણા શરીર માટે ફાયદાકારક છે. તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી શકે છે.

શું ઉપવાસ દરમિયાન કસરત કરવી યોગ્ય છે?
નિષ્ણાતોના મતે ઉપવાસ દરમિયાન એક્સરસાઇઝ કરવી એ તમારી કેલરીની માત્રા પર આધાર રાખે છે. જો તમારી દૈનિક કેલરીની માત્રા સારી છે તો કસરત તમારા માટે યોગ્ય છે. પરંતુ જો તમે ઓછી કેલરી લેતા હોવ તો તમારે વધારે કસરત ન કરવી જોઈએ. તમે ચાલી શકો છો અથવા સામાન્ય કસરત કરી શકો છો. તેનો અર્થ એ કે તમે હળવા વર્કઆઉટ્સ કરી શકો છો, ફક્ત ધ્યાનમાં રાખો કે તમારે આવી સ્થિતિમાં ખૂબ તીવ્ર વર્કઆઉટ કરવાની જરૂર નથી.

જો આપણે વ્યાયામ કરીએ છીએ. તો આપણી કેલરી બર્ન થશે અને ઉપવાસ દરમિયાન તમે ખૂબ ઓછી અથવા ફાસ્ટ ફૂડ વસ્તુઓ ખાઓ છો. આવી સ્થિતિમાં તમે એના કારણે થાક અનુભવી શકો છો. તેથી ઉપવાસ દરમિયાન ખૂબ તીવ્ર વર્કઆઉટ ન કરવું જોઈએ.

આ પણ વાંચો: પથારીમાં બેસીને કેમ ન જમવું જોઈએ? જાણો વાસ્તુના નિયમો

આ સાથે ઉપવાસ દરમિયાન ધ્યાન રાખો કે વધુ સમય સુધી ખાલી પેટ પર ન રહો. જેના કારણે તમને નબળાઈ, થાક અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. શરીરને હાઇડ્રેટ પણ રાખો. આ માટે તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમે સ્મૂધી, ફ્રુટ જ્યુસ કે લસ્સી જેવા પીણાં પણ લઈ શકો છો. જો તમે કોઈપણ પ્રકારની સારવાર કરાવી રહ્યા છો, તો તમારે ઉપવાસ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.