December 19, 2024

શું ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ‘AI’થી પ્રચાર થશે?

અમદાવાદ: પહેલાના સમયમાં કહેવાતું હતું કે કળિયુગ આવશે ત્યારે તમને વિચાર્યું પણ નહીં હોય તેવું થશે. ત્યારે તે વાત સત્ય પડી છે. કળિયુગમાં કરિશ્મા થઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વિકાસ સતત થઈ રહ્યો છે. તેનો ઉપયોગ દરેક ક્ષેત્રે કરવામાં આવી રહ્યો છે. તેના ગેરફાયદા પણ છે. પરંતુ તેના ફાયદા પણ આપણે ભૂલવા ના જોઈએ.

ડીપફેક વીડિયો વાયરલ
થોડા મહિનાઓ પહેલા રશ્મિકા મંડન્ના અને પછી આલિયા ભટ્ટ, અક્ષય કુમાર અને સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીઝના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. ત્યારે હવે એક દાવો કરવામાં આવ્યો છે વિશ્વના 50 દેશોમાં યોજાનારી આગામી ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં તેનો ઉપયોગ ભરપૂર રીતે કરવામાં આવી શકે છે. જેમાં ચૂંટણીને લઈને તમામ કાર્યમાં તેની મદદ લેવામાં આવી શકે છે.

આ રીતે થશે પ્રચાર
ગયા મહિને ભારતના તમિલનાડુમાં સત્તામાં રહેલી ડીએમકેએ પાર્ટીના સ્થાપક એમ. કરુણાનિધિના એક વીડિયોનો ઉપયોગ કર્યો હતો, જે AI થકી બનાવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં ડીપફેક વીડિયોનો ઉપયોગ વધશે. આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં AI પર પ્રચાર કરવામાં આવશે. જેમાં રુપિયા 498 કરોડનું રોકાણ કરવામાં આવશે. અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે દેશમાં એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી થઈ શકે છે.

બાંગ્લાદેશ- સરકાર તરફી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા વિરોધ પક્ષોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયા- પ્રબોવો સુબિયાન્ટોએ પોતાને AI અવતાર તરીકે રજૂ કર્યો હતો. હવે જોવાનું એ છે કે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં પણ AIનો ઉપયોગ થાય છે કે કેમ? જોકે ચર્ચાઓ તો કરવામાં આવી રહી છે કે ભારતમાં AIનો ઉપયોગ કરવામાં આવશે.