November 28, 2024

આઇફોનમાં પણ થશે હવે કોલ રેકોર્ડિંગ, આ રીતે કરો ઉપયોગ

Appleની કંપની બહુ બધા લોકો પસંદ કરે છે. ત્યારે કંપની પણ તેના ચાહકો માટે તેમની પસંદના ફિચર ઉપલબ્ધ કરે છે. હવે ફરી એક વખત કંપનીએ લાખો ગ્રાહકો માટે OSનું નવું અપડેટ બહાર પાડ્યું છે. જેમાં નવા અપડેટમાં તમને ઘણી બધી નવી સુવિધાઓ મળી રહેશે. આ વખતે સૌથી મોટું ફિચર કંપનીએ એડ કર્યું છે. લોકો આ ફિચરની રાહ જોઈ રહ્યા હતા. આ ફિચરમાં iPhone યુઝર્સ હવે સરળતાથી કોઈપણ કોલ રેકોર્ડ કરી શકશે. આવો જાણીએ કે કેવી રીતે તમે કોલ રેકોર્ડિંગ આઇફોનમાં ઉપયોગમાં લેશો.

આ રીતે તમે iPhone માં કોલ રેકોર્ડ કરી શકો છો
કૉલ રેકોર્ડિંગનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા કૉલ ડાયલ કરવાનો રહેશે. હવે પછી તમારે ડાબી બાજૂએ એક ઓપશન મળશે તેને ટેપ કરવાનો રહેશે. ટેપ કરતાની સાથે કૉલનું રેકોર્ડિંગ શરૂ થઈ જશે. આવું કરતાની સાથે તમારા ફોનમાં એક અવાજ આવશે જેમાં તમે સાંભળી શકશો કે કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. આ અવાજ સામે ફોન પર જે હશે તેને પણ સંભળાશે કે આ કોલ રેકોર્ડ થઈ રહ્યો છે. કૉલ રેકોર્ડિંગ બંધ કરતાની સાથે જ ફાઇલ તમારા સ્માર્ટફોનમાં સેવ થઈ જશે.

આ પણ વાંચો: તહેવારની સિઝનમાં વજન વધી ગયું છે? આ પાણી પીવો વજન ઘટશે

ભારતમાં કોલ રેકોર્ડ કરવો ગેરકાયદેસર
તમને જણાવી દઈએ કે ભારતમાં ફોન કોલ રેકોર્ડ કરવો તે ગેરકાયદેસર છે. ભારતમાં બંધારણની કલમ 21નું ઉલ્લંઘન કર્યું કહેવાય છે. જો તમે આવું કરો છો તો ઈન્ડિયામાં તમારી ઉપર કાર્યવાહી પણ થઈ શકે છે જો સામે વાળાની મરજી નથી તો. જો તમે કોલ રેકોર્ડ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સામે વાળાની પરવાનગી લેવી પણ જરૂરી છે. જેના કારણે તમે કોઈ પણ રીતે ફસાઈ ના જાવ.