January 7, 2025

પોલીસના નામે 56 લાખની ડિજિટલ ચોરી, આ હતો પ્લાન

અમદાવાદ: સાયબર છેતરપિંડી કરનારાઓ હવે પોલીસને પણ છોડતા નથી. કારણ કે એવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગુરુગ્રામમાં છેતરપિંડી કરનારાઓએ એક વ્યક્તિને બોલાવીને 56 લાખ રૂપિયાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પીડિતાને અંડરવર્લ્ડ સાથે કનેક્શનના નામે ડરાવી અને ધમકાવામાં આવી હતી. જાણો કેવી રીતે થઈ પોલીસના નામ ડિજિટલ ચોરી.

પોલીસ અધિકારીઓનો ઢોંગ
ઓનલાઈન માફિયાઓ સમજી ગયા છે કે હવે બોર વેચાશે તો પોલીસના નામે જ. જેના કારણે પોલીસ નામે ગુનો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં છેતરપિંડી કરનારાઓએ વ્યક્તિ પર આરોપ લગાવ્યો હતો કે તે મુંબઈના અંડરવર્લ્ડ સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, કેસને આગળ લઈ જતા, તેઓએ પીડિતાને ડિજિટલી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેની પાસેથી રુપિયા 56 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. બુધવારે પોલીસે આ મામલે FIR નોંધી હતી. જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

ડિજિટલ ધરપકડ
ફરિયાદ આપેલી માહિતી મુજબ પીડિતની ડિજિટલ ધરપકડ કરવામાં આવી હતી. વીડિયો કોલ દ્વારા 24 કલાક સુધી દેખરેખ રાખવામાં આવી હતી. તેને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેમાં તેને એમ પણ કહેવામાં આવ્યું કે CBI નાણા વિભાગ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને તેઓ મની લોન્ડરિંગની તપાસ કરી રહ્યા છે. પીડિતને કહેવામાં આવ્યું કે રવિવારે સીબીઆઈ ઓફિસ બંધ રહેશે જેના કારણે સોમવારે તેનો કોન્ટેક કરવામાં આવશે.

પૈસા પરત કરવામાં આવશે
તેણે પીડિતને કહ્યું કે તેણે એફડી, સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડ સહિત તેના તમામ રોકાણોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે જેથી તે બધા પર નજર રાખી શકાય. ‘આતંકવાદી સંગઠન’ સાથે જોડાણ સ્કેમર્સે કહ્યું કે આ વ્યવહારો આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા છે. પીડિતાના કહેવા પ્રમાણે, તેણે આપેલા બેંક ખાતામાં 56,70,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વાત એટલેથી જ પૂરી થતી નથી તેમણે કૌભાંડીઓએ તેમને વચન આપ્યું કે તમારા પૈસા પરત કરવામાં આવશે.

ખાતામાં પડેલા પૈસા ખલાસ
શંકા જતાની સાથે પીડિતે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ગુનેગારોની તપાસ કરવામાં આવી રહી છે. આજના સમયમાં ઓનલાઈન ફોર્ડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોની પણ ફરજ પડે છે કે પોતાની સેફટી રાખે. તો તમને પણ આવા ફોન આવે છે અથવા કોઈ મેસેજ આવે છે તો સાવધાન રહેજો, બાકી ખાતામાં પડેલા પૈસા થઈ જશે ખલાસ.