January 19, 2025

‘નવી સરકારના પ્રથમ 100 દિવસ અને આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરો’: PM મોદી

Cabinet Meet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ 100 દિવસ અને આગામી પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું છે.  આજે સવારે કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે પીએમ મોદીએ મંત્રીઓને તેમના સંબંધિત મંત્રાલયોના સચિવો અને અન્સ અધિકારીઓ સાથે બેઠક કરવા માટે પણ જણાવ્યું હતું, અને કહ્યું કે પ્રથમ 100 દિવસમાં અને આગામી પાંચ વર્ષમાં એજન્ડાને કેવી રીતે વધુ સારી રીતે લાગુ કરી શકાય.

ચૂંટણી પંચે તારીખો જાહેર કરી
આ બેઠક ચૂંટણી પંચ દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાના એક દિવસ બાદ થઈ છે. બીજી બાજુ કેબિનેટે ચૂંટણી પંચની ભલામણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલીને સાત તબક્કાની સંસદીય ચૂંટણીની તારીખો જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થશે
19 એપ્રિલના રોજ 102 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રથમ સૂચના 20 માર્ચે બહાર પાડવામાં આવશે. નોમિનેશન પ્રક્રિયા નોટિફિકેશનના પ્રકાશન સાથે ચોક્કસ તબક્કા માટે શરૂ થાય છે.