January 23, 2025

Cabinet Decisions: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં 14 ખરીફ પાકોના ટેકાના ભાવને મંજૂરી

Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની આજે બીજી કેબિનેટ બેઠક મળી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણયોને લઈને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં 14 જેટલા ખરીફ પાકોના ટેકાના ભાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં ડાંગર, રાગી, બાજરી, જુવાર, મકાઈ અને કપાસ સહિત 14 ખરીફ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, “આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણયથી ખેડૂતોને MSP તરીકે લગભગ રૂ. 2 લાખ કરોડ મળશે. આ અગાઉની સીઝન કરતાં રૂ. 35,000 કરોડ વધુ છે.”