BZ ગ્રુપ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો, સફાઇકર્મી-પટાવાળાના ખાતામાંથી કરોડોનું ટ્રાન્ઝેક્શન
અમદાવાદઃ રાજ્યભરના ચકચારી 6,000 કરોડથી વધુ કૌભાંડ કેસમાં મહત્વના ખુલાસા સામે આવ્યા છે. CID ક્રાઈમે પકડેલા 6 આરોપીએ મુકેલી જામીન અરજી પર મહત્વના ખુલાસા થયા છે.
BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી હતી.
1. રાહુલ રાઠોડ – આ વ્યક્તિ દર મહિને 10 હજાર પગાર પર નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાં અત્યાર સુધી 10,91,472 અને કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી મળી આવી છે.
2. વિશાલ ઝાલા – 12,500 પગારથી નોકરી કરતો હતો. વિશાલના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગડિયું પણ મળી આવ્યું છે.
3. રણવીર ચૌહાણ – 12000 રૂપિયે નોકરી કરતો હતો. છેલ્લા 4 મહિનાથી નોકરી કરી કરે છે. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 લાખનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
4. સંજય પરમાર – 7000 પગાર પર છેલ્લા 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરે છે. સંજયના બેંકમાં 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગડિયું મળી આવ્યું છે.
5. દિલીપ સોલંકી – 10 હજાર પગાર પર છેલ્લા 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરે છે. દિલીપ સોલંકીના ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ હેરફેર મળી આવી છે.
6. આશિક ભરથરી – 7000 પગાર પર સફાઈનું કામ કરે છે. આશિક ભરથરીના બેંકમાં 8400 અને 44,98,000 રોકડ હેરફેર અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે.