January 19, 2025

BZ ગ્રુપની તપાસનો રેલો ગુજરાત પોલીસ સુધી પહોંચ્યો, CID ટીમના PIના ઘરે ધામા

સાબરકાંઠાઃ બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી મામલે સીઆઇડી ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં દરરોજ નવા નવા ખુલાસા થાય છે. આ મામલે હિંમતનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ મામલે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. PI કોમલ રાઠોડના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં PI તરીકે ફરજ બજાવે છે. હિંમતનગરના ઈડર રોડ પર આવેલા PIના બંગલામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલી કાર ભેટ આપવામાં આવી હોવાની આશંકા છે. વૈભવી કારને લઈને પણ સીઆઈડીએ તપાસ હાથ ધરી છે.