News 360
March 26, 2025
Breaking News

ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે, AAP નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લડશે ચૂંટણી

Gujarat: ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. AAP નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડશે. જોકે, ચૂંટણીપંચ પેટાચૂંટણી જાહેર કરે એ પહેલા AAPએ ઉમેદવાર જાહેર કર્યા.

મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂપત ભાયાણીના ધારાસભ્ય પદેથી રાજીનામા બાદ ખાલી પડી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની સંભાવના છે. નોંધનીય છે કે, બિહારની સામાન્ય વિધાનસભા ચૂંટણીની સાથે આ બંને બેઠકની પેટાચૂંટણી યોજાશે. જોકે, હાઈકોર્ટમાંથી હર્ષદ રીબાડીયાએ અરજી પરત ખેંચતા આગામી સમયમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2025: શું સૂર્યકુમાર યાદવ ઇતિહાસ રચશે? રોહિત શર્મા પછી તે આવું કરનાર બીજો ભારતીય બનશે