December 19, 2024

Loksabha Election Result: ગુજરાતમાં ત્રણ કલાકમાં ભાજપના 7 ઉમેદવાર 2 લાખની લીડથી આગળ

Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકસભાના પરિણામની અસર શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. સવારના 11 વાગ્યા છે. અત્યાર સુધીમાં કોણ છે આગળ આવો જોઈએ.

આ ઉમેદવારો છે અત્યારે આગળ
ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા, રાજકોટ પરશોત્તમ રૂપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, ખેડા દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, વડોદરા ડૉ. હેમાંગ જોશી, છોટા ઉદેપુર જશુ રાઠવા, વલસાડ ધવલ પટેલ આગળ છે. ભાવનગરથી નિમુ બાંભણિયા અને નવસારીમાંથી સીઆર પાટીલ આગળ છે. આ પણ ફાઈનલ આંકડા નથી , હજૂ પણ પરિણામમાં ભારે બદલાવ જોવા મળી શકે છે. અમરેલીમાંથી ભાજપના ઉમેદવાર આગળ છે. ભરત સુતરીયા 64,000 મતથી આગળ છે.

આ પણ વાંચો; Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

પરિણામો પર નજર
લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. હવે પરિમામનો વારો છે. 18મી લોકસભા માટે કુલ 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ ચૂંટણી દરમિયાન મતની ટકાવારી મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી. શરૂઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પંચે આ વાતને નકારી કાઢી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં સાત તબક્કામાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો છે. જો કે મતદાન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજમાં ભાજપ અને એનડીએ માટે જંગી બહુમતી દર્શાવવામાં આવી છે.