આજથી ખુલશે મોટો IPO, પૈસા કમાવાની ઉત્તમ તક
જ્યોતિ CNC ઓટોમેશન IPO આજે 9 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. સબ્સ્ક્રિપ્શન માટે IPO ખોલવાના એક દિવસ પહેલા જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 448 કરોડ એકત્ર કર્યા છે. ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 315 થી રૂ. 331 વચ્ચે રાખવામાં આવી છે. જો તમે ઈશ્યૂમાં રોકાણ કરવા ઈચ્છા હોતો કંપની સાથે જોડાયેલી આ મહત્વપૂર્ણ બાબતો વાંચી લેજો.
કંપની
કંપની મેટલ કટીંગ કરવા સક્ષમ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ મશીનની દેશની અગ્રણી ઉત્પાદક છે. કંપની 10 ટકા શેર (FY23) સાથે સેક્ટરમાં માર્કેટ શેરની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. કંપની ઓટો, ડિફેન્સ, એરોસ્પેસ જેવા ક્ષેત્રોને સેવાઓ પૂરી પાડે છે અને તેના મોટા ગ્રાહકોમાં ISRO, Tata Advanced Systems, Bharat Forge, Bosch વગેરે જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
કંપની પર દેવાનો બોજ
CNC એટલે કે કોમ્પ્યુટરાઈઝડ ન્યુમેરિકલ કંટ્રોલ ઈન્ડસ્ટ્રીમાં ભારત આયાત પર નિર્ભર છે, પરંતુ હવે સ્થાનિક કંપનીઓનો હિસ્સો વધી રહ્યો છે. હાલમાં CNC ઉદ્યોગમાં આયાત 65%ના સ્તરે છે. જે એક સમયે 80% હતી. છેલ્લા 3 વર્ષમાં ઉદ્યોગ 20% ની ઝડપે વિકાસ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન જ્યોતિ CNC એ પણ 27% ની વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીની આવકમાં સ્થાનિક બિઝનેસનો હિસ્સો પણ વધી રહ્યો છે. ક્ષમતા વપરાશમાં સુધારા સાથે છેલ્લા 4-5 વર્ષોમાં સ્થાનિક બજારનો હિસ્સો 5-6% થી વધીને 10% થયો છે. કંપની ઈસ્યુ દ્વારા નવા શેર ઈશ્યુ કરીને રૂ. 1000 કરોડ એકત્ર કરી રહી છે. જેનો અર્થ છે કે કંપની આ રકમ પોતાના માટે ખર્ચ કરી શકશે. યોજના અનુસાર આ નાણાંથી કંપની દેવાનો બોજ ઘટાડશે અને રૂ. 475 કરોડની લોન ચૂકવશે અને EMS એટલે કે ઇલેક્ટ્રો મિકેનિકલ સોલ્યુશન્સ સાથે સંબંધિત તકો શોધશે.
કંપનીની સ્થિતિ
કંપનીની ઓર્ડર બુક 3300 કરોડ રૂપિયાના મજબૂત સ્તરે છે. તેમાંથી રૂ. 1900 કરોડનો હિસ્સો એરોસ્પેસ ઉદ્યોગનો છે, રૂ. 800 કરોડનો હિસ્સો ઓટો ઉદ્યોગનો છે અને રૂ. 300 કરોડ EMS ઉદ્યોગનો છે. આ સાથે બે સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. નીચા બેઝ ઈફેક્ટને કારણે EMSમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે એરોસ્પેસ અને ડિફેન્સ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ 40% છે. સરખામણીમાં, ઓટો અને ઓટો કમ્પોનન્ટ વૃદ્ધિ દર 20 થી 25% છે. કંપની હાલમાં દેવું ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં કંપની પર 800 કરોડનું દેવું છે. કંપની આ ઋણના અડધાથી વધુ બોજને ઈશ્યુમાંથી મળેલી રકમથી ચૂકવવા જઈ રહી છે. કંપનીનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો H1FY24 સુધીમાં ઘટીને 0.25% પર આવી ગયો છે જે 3.25% હતો.