January 19, 2025

Apple Watch Series 9 પર બમ્પર ડિસ્કાઉન્ટ!

અમદાવાદ: શું તમે Apple Watch ખરીદવાનું વિચારી રહ્યા છો? તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમાં તમને નવીનતમ મોડલ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં તમે સ્માર્ટ ઘડિયાળ ખરીદી શકો છો.

લોન્ચ કરી હતી
Apple Watch Series 9 કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. જેમાં Apple Watch Ultra 2 અને iPhone 15 લાઇન-અપ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ ઘડિયાળની ડિઝાઈનની વાત કરવામાં આવે તો સીરીઝ 9 એપલ વોચ સીરીઝ 8 જેવી જ જોવા મળે છે. પરંતુ આ બંનેના ફીચર્સ ખુબ અલગ જોવા મળે છે. તમે હાલ આ ઘડિયાળ સસ્તામાં ખરીદી શકો છો. હાલ તેના પર હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ છે કિંમત
Apple Watch Series 9 કિંમત Apple Watch Series 9 ની કિંમત 41,900 રૂપિયાથી શરૂ થાય છે. તમે હાલમાં આ મોડલને ફ્લિપકાર્ટ પરથી 32,999 રૂપિયામાં ખરીદી શકો છો. જેના કારણે તમારા 8,901 રૂપિયા બચાવી શકો છો. આ ઘડિયાળમાં તમે 36 કલાક સુધીની બેટરી લાઈફ આપે છે. આ સિવાય તમને અંગૂઠા અને તર્જનીને ટચ કરીને ટાઈમર સ્ટોપ, એલાર્મ, મ્યુઝિક કંટ્રોલ, કેમેરા એક્સેસ અને અન્ય ઘણી સુવિધાઓને નિયંત્રિત કરી શકો છો. તમને જણાવી દઈએ કંપનીએ આ સીરીઝમાં S9 ચિપનો ઉપયોગ કર્યો છે જે સીરીઝ 8 કરતા વધુ સારું પરફોર્મન્સ આપે છે.

આ ઘડિયાળમાં પણ ઓફર
Apple Watch SE 2 ની ખરીદી પર અમેઝિંગ ડીલ્સ ઉપર તમને મળશે. યુઝર્સ એપલની આ પ્રીમિયમ સ્માર્ટવોચ માત્ર રૂપિયા 5,999માં ખરીદી શકશે. આ ડીલ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટવોચ 29,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ સ્માર્ટવોચ માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકો છો.