ઉપલેટામાં ગેરકાયદેસર 200 હેક્ટર જમીન પર દાદાનું બુલડોઝર ફર્યું
Bulldozer Upleta: ઉપલેટામાં ગેરકાયદેસર 200 હેક્ટર જમીન પર દાદાનું બુલડોઝર ફર્યું છે. ઉપલેટા નગરપાલિકાની માલિકીની ગૌચર જમીન પર બુલડોઝર ફર્યું હોવાનું સામે આવ્યું છે. 1980થી અસામાજિક તત્વો કબ્જે કરેલી જમીન પર તંત્રેએ બુલડોઝર ફેરવી દીધું છે.
આ પણ વાંચો: સુરત BRTSના ડ્રાઈવર બન્યા યમરાજ, BRTSમાં યુવકનો પગ ફસાયો છતાં 15 મિનિટ સુધી બસ ચલાવી
અધિકારીઓની હાજરીમાં તંત્રની કાર્યવાહી
ઉપલેટામાં મામલતદાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તંત્રએ કાર્યવાહી કરી છે. 10થી વધુ JCB અને ટ્રેક્ટર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. વર્ષ 1980થી અસામાજિક તત્વોએ કબ્જે કરેલી જમીન પર દાદાનું બુલડોઝર ફર્યું છે. રાજ્યમાં મોટા ભાગના જગ્યાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા ના સમયથી ગૌચર જમીન પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.