December 25, 2024

માફિયા અતીકના ભાઈ અશરફે પત્ની માટે બનાવ્યું હતું આલીશાન ઘર, 50 કરોડની પ્રોપર્ટી પર ચાલ્યું બુલડોઝર

પ્રયાગરાજ: આજે માફિયા અતીક અહેમદના ભાઈ અશરફની ફરાર પત્ની ઝૈનબ ફાતિમાના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી વકફ બોર્ડની 50 કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવાના મામલામાં કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે અશરફે ઝૈનબ માટે વકફ બોર્ડની જમીન પર આલીશાન ઘર બનાવ્યું હતું.

મળતી માહિતી મુજબ આ મામલો સલ્લાહપુરનો છે. આ વક્ફ બોર્ડની જમીન હતી. જેના પર અશરફે ઝૈનબ ફાતિમા માટે ઘર બનાવ્યું હતું. આ બાંધકામ પર પીડીએનું બુલડોઝર ચાલી ગયું છે. અહીં સુન્ની વક્ફ બોર્ડની 50 કરોડની સંપત્તિ હતી. આ સંપત્તિ હડપ કરવાના મામલામાં કેર ટેકર માબુદે પૂર્વ મુતવલ્લી મોહમ્મદ પર આરોપ લગાવ્યો છે. પુરમુફ્તી પોલીસ સ્ટેશનમાં અસિયમ, તેની પત્ની જીન્નત, અશરફની પત્ની ઝૈનબ, તેના સાળા સદ્દામ અને ઝૈદ, શિવાલી પ્રધાન અને તારિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે અતીકના નાના ભાઈ અશરફની પત્ની ઝૈનબ ઉર્ફે રૂબી પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. 24 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સને પ્રયાગરાજમાં ભર અજવાળે ગોળીઓ અને બોમ્બથી માર્યા ગયા.

આ પણ વાંચો: આખરે કેમ કાયમ સફેદ ટી-શર્ટ પહેરે છે રાહુલ ગાંધી? Video શેર કરી કર્યો ખુલાસો

અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર પણ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. જે બાદ પોલીસે શાઈસ્તાની શોધ શરૂ કરી હતી. પરંતુ તે ફરાર થઈ ગઈ હતી. પોલીસે શાઈસ્તા પર ઈનામની જાહેરાત કરી હતી. પરંતુ તે ક્યાંય મળી ન હતી. તે તેના પતિ અને પુત્રના મૃત્યુ સમયે પણ જોવામાં આવી ન હતી. આયેશા નૂરી (અતિક અહેમદની બહેન) અને અશરફની પત્ની ઝૈનબ ફાતિમા પર પણ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. આયેશા નૂરીના ઘરેથી મળી આવેલા સીસીટીવી ફૂટેજમાં ગુડ્ડુ મુસ્લિમ પણ જોવા મળ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમે જ ઉમેશ પાલના ઘરમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.

હત્યાના આરોપીની શોધમાં પોલીસે ઝૈનબ અને આયેશાની પણ પૂછપરછ કરી હતી. પરંતુ બાદમાં પોલીસે બંનેને છોડી દીધા હતા. આ પછી બંનેએ મીડિયા સામે આવીને અતીક-અશરફનો બચાવ કર્યો હતો અને ઉલટું પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. જો કે પોલીસે તપાસ આગળ ધપાવી તો સ્પષ્ટ થયું કે ઝૈનબ અને આયેશા નૂરીને પહેલાથી જ હત્યાની જાણ હતી.

નૂરીના મેરઠના ઘરમાં હત્યાકાંડ પછી બોમ્બર્સ ગુડ્ડુ મુસ્લિમ અને અતીકનો પુત્ર અસદ ગયો હતો. આ બંને અતીકના સાળા અખલાક પાસેથી પૈસા લઈને નીકળી ગયા હતા. પોલીસે અખલાકને જેલમાં મોકલી દીધો છે. બાદમાં પોલીસે આ બંને મહિલાઓના નામ એફઆઈઆરમાં સામેલ કર્યા અને તેમને હત્યા કેસમાં આરોપી બનાવ્યા. પરંતુ ત્યારથી બંને મહિલાઓ ફરાર છે.