રાજકોટમાં ગેરકાયદેસર દબાણ પર “દાદા”નું બુલડોઝર ફરી એકવાર ફરી વળ્યું

રાજકોટ: રાજકોટમાં “દાદા”નું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે. રાજકોટમાં રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડીમોલેશન કરાયું હતું. સલીમ કાસમ માણેક નામના આરોપીના ઘર, ઓફિસ અને તબેલાનું ડીમોલેશન કરાયું છે.

આરોપી સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10થી વધારે ગુન્હા નોંધાય ચૂક્યા છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેકે કરેલું ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયું છે. પોલીસ, મનપા અને પીજીવીસીએલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતીમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું.