નાણામંત્રીએ પહેરી પદ્મ પુરસ્કારથી સન્માનિત ડિઝાઈનરની ગિફ્ટેડ સાડી, પ્રિન્ટ અંગે જાણીને ચોંકી જશો
Nirmala Sitharaman: નિર્મલા સીતારમણ બજેટના દિવસે જે પ્રકારની સાડી પહેરે છે તે ખૂબ ચર્ચામાં આવે છે. આવો જાણીએ આજના દિવસેનિર્મલા સીતારમણે કઈ સાડી પહેરી છે અને તેની ખાસિયત શું છે.
મિથિલા પેઇન્ટિંગ સાથેની સાડી
દરેક બજેટ સમયે નિર્મલા સીતારમણની સાડીની ખૂબ ચર્ચા થાય છે. આજના દિવસે નિર્મલા સીતારમણ સિમ્પલ લુક મિથિલા પેઇન્ટિંગ સાથેની સાડીમાં જોવા મળ્યો હતો. તેમણે એક શાલ પણ ઓઢી હતી. તમને જણાવી દઈએ કે આ સાડી તેમને બિહારની પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી.
આ પણ વાંચો: સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી માટે કરેલી અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી
દુલારી દેવી કોણ છે?
નિર્મલા સીતારમણે જે સાડી પહેરી છે તે પદ્મ પુરસ્કાર વિજેતા દુલારી દેવીએ ભેટમાં આપી હતી. વિજેતા દુલારી દેવીના કૌશલ્યોનું સન્માન કરવા માટે નિર્મલા સીતારમણે આ સાડી પહેરી છે. તમને જણાવી દઈએ કે દુલારી દેવી 2021માં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે. દુલારી દેવી જ્યારે નિર્મલા સીતારમણે મળ્યા હતા તે સમયે દુલારી દેવીએ નાણામંત્રીને સાડી ભેટમાં આપી અને બજેટના દિવસે પહેરવાનું કહ્યું હતું.