March 10, 2025

ફૂડ અને હોમ ડિલેવરી કરતા રાઈડર્સને મળશે સુરક્ષા કવચ, બજેટમાં થઈ છે ખાસ જાહેરાત

Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફૂડ અને હોમ ડિલિવરી બોયઝ માટે ખાસ જાહેરાત કરી છે. જેમાં ફૂડ ડિલિવરી બોયને પણ હવે ઈન્સ્યોરન્સ કવરનો લાભ મળશે.

આ પણ વાંચો: ખેડૂતો માટે બજેટમાંથી થઈ છે લક્ષ્મીકૃપા, કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો થયો

ડિલિવરી કરનારા લોકોનું રજીસ્ટ્રેશન થશે
નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રીએ ફૂડ અને હોમ ડિલિવરી બોયઝ માટે ખાસ જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરતા જણાવ્યું કે હવે ફૂડ ડિલિવરી કરનારા લોકોનું રજીસ્ટ્રેશન થશે. અંદાજે 1 કરોડ ફૂડ અને હોમ ડિલિવરી કરતા લોકોને તેનો ફાયદો થશે.