January 7, 2025

Budget 2024: બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?

Budget 2024: વચગાળાનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. આ બજેટમાં ગ્રામીણ, કૃષિ ક્ષેત્રની યોજનાઓ અને મહિલાઓ પર કેન્દ્રિત હોવાનું જણાયું હતું. આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇલેક્ટ્રિક વાહનોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કેટલીક મોટી જાહેરાત કરી છે.

વિકસાવવાની વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આજે તેના બીજા તબક્કાનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કરીને ઘણી જાહેરાત કરી છે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોથી લઈને વધુ સારી ઇકો સિસ્ટમ વિકસાવવાની વાત કરાઈ હતી. ત્યારે તમને સવાલ થતો હશે કે આ તમામ વચ્ચે આ બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું છે?

આ પણ વાચો: વચગાળાના બજેટ પર વિપક્ષનો વિરોધ, જાણો શું કહ્યું

વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર દેશમાં વધુ સારી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમ વિકસાવવા પર સતત કામ કરી રહી છે. અમારી સરકાર આવનારા વર્ષોમાં ઈ-વાહનોને વધારે વિસ્તારશે અને મજબૂત કરશે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ચાર્જિંગને ટેકો આપવા માટે એક ઇકો સિસ્ટમ પણ બનાવામાં આવશે. આ બજેટમાં સરકારે ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની અને વધારવાની દિશામાં કામ કરવાનો દાવો કર્યો છે. લિથિયમ આયન (લી-ઓન) બેટરીનો સૌથી વધુ ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફોર વ્હીલરમાં બેટરીની કિંમત 40 થી 42 રૂપિયાની આસપાસ હોય છે.

આ પણ વાચો: બજેટ 2024ની મહત્ત્વની જાહેરાત, જાણો શું છે ખાસ

ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ બજેટ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. આ વખતે નાણામંત્રી ગૃહમાં છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે. મોરારજી દેસાઈ પછી સીતારમણ બીજા નાણા મંત્રી છે જેમને છ વખત બજેટ રજૂ કરવાની તક મળી છે. આ સાથે કેટલાંક નાણાકીય નિયમોમાં ફેરફાર પણ જોવામાં આવશે. દરેક બજેટની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને ખેડૂત વર્ગ માટે સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બજેટથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે. વર્ષ 2019માં એનડીએ સરકારે ખેડૂતો અને મજૂર વર્ગ બંનેને રાહત આપી હતી.