December 18, 2024

બજેટમાં સૌથી વધારે નાણાં કઈ યોજનાને ફાળવવામાં આવ્યા?

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવા માટે ફાળવવામાં આવ્યા છે. જેના માટે રુપિયા 10 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં અસ્થાયી મકાનોમાં રહેતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં સૌથી વધારે રકમ ફાળવવામાં આવી છે.

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના
વર્ષ 2015માં પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજનાની શરૂઆત કરી હતી. જેમાં દેશના તમામ લોકો પાસે પોતાનું ઘર હોવું જોઈએ તે હેતુથી સરકારે આ યોજના શરૂ કરી હતી. વર્ષ 2015ના વચગાળાના બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી 5 વર્ષમાં સરકાર આ યોજના હેઠળ 2 કરોડ નવા મકાનો બનાવશે. PM આવાસ યોજના (PMAY) દેશના નબળા વર્ગો, શહેરી ગરીબો અને ગ્રામીણ ગરીબોને ઓછી કિંમતે મકાનો આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ વખતે વર્ષ 2024માંપીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત, કેન્સરની 3 દવાઓ સસ્તી થશે

કેવી રીતે કરશો અરજી
PMAY યોજનાના લાભો મેળવવા માટે, વ્યક્તિ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે અરજી કરી શકે છે. ઑફલાઇન અરજી કરવા માટે, તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જવું પડશે. (http://pmayg.nic.in/) પર જઈને તમે અરજી કરી શકો છો.  આ વખતે વર્ષ 2024માંપીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.