Budget 2024: મોદી સરકારનો આ 4 મુદ્દા પર છે ફોકસ
દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે આજે તેમના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું છે. બજેટની શરૂઆતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સરકારનો ફોકસ ગરીબ, મહિલાઓ, યુવા અને અન્નદાતાઓ પર રહેલો છે. આ બજેટ સામાજિક ન્યાયનું બજેટ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ, દેશ કલ્યાણના નીતિ અને વિચારો સાથે ચાલી રહ્યો છે. આથી જ છેલ્લા 10 વર્ષમાં ગરીબી રેખામાં રહેલા 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર નિકાળમાં આવ્યું છે.
મહિલાઓ માટે થયું આટલુ કામ
‘નારી શક્તિ’ ની ચર્ચા કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણી 28% વધી છે. આઅસટીઈએમ પુસ્તકોની નોંધણીમાં મહિલાઓની સંખ્યા 43% વધી ગઈ છે. જે દુનિયામાં સૌથી વધારે છે. આ ઉપરાંત દરેક પ્રકારના કામોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્રણ તલાખને દુષણને મોદી સરકારે દેશમાંથી કાઢી નોખ્યો છે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 1/3 બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે. આ સાથે પીએમ આવાસ યોજના અંતર્ગત 70 ટકાથી પણ વધારે ઘરો મહિલાઓને અપાઈ ચૂક્યા છે.
યુવાઓ માટે થયા આટલા કામ
નાણામંત્રીએ યુવાઓ વિશે વાત કરતા કહ્યું કે, કૌશલ ભારત મિશન અંતર્ગત 1.4 કરોડ યુવાઓને પ્રશિક્ષિત કરાયા. 54 લાખ યુાઓને પ્રશિક્ષણની સાથે પુનઃકુશલ બનાવ્યા. વધુમાં કહ્યું કે, દેશભરમાં 3000 નવા આઈટીઆઈ સ્થાપિત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ જેમ કે 7 આઈટીઆઈ, 16 આઈઆઈઆઈટી, 7 આઈઆઈએમ, 15 એમ્સ અને 390 યુનિવર્સિટીઓ સ્થાપિત કરવામાં આવી છે.
ખેડૂતલક્ષી આ સેવાઓ કરાઈ શરૂ
સૌનો સાથ અને સૌના વિકાસના ઉલ્લેખ સાથે નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અન્નદાતાઓને સશક્ત બનાવવા પર જોર આપ્યું છે. દેશભરમાં 4 કરોડ ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પીએમ ખેડૂત યોજના અંતર્ગત 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, 34 લાખ કરોડ રૂપિયા સીધા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.
‘ભારત વિકસિત રાષ્ટ્ર બનશે’
નાણામંત્રીએ કહ્યું કે, મોદી સરકાર હર ઘર વીજળી, બધાના માટે વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કર્યું છે. સરકારે લોકોની મુળભૂત આવશ્યકતાઓને પુરી પાડી છે. જેના કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવકમાં વધારો થયો છે. નાણામંત્રી વધુમાં કહ્યું કે, 2047 સુધી ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે. અમે લોકોને સશક્ત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. વિકાસ યોજનાઓમાંથી અમે ભષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદને ખત્મ કરી નાખ્યું છે.