January 16, 2025

સરકારે બજેટ સત્ર પહેલા આજે બોલાવી સર્વપક્ષીય બેઠક, થશે આ ચર્ચા

સરકારે બજેટ સત્ર પહેલા મંગળવારે તારીખ 30-1-2024ના સંસદમાં વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી છે. આ એવી બેઠક છે જે દર વર્ષે બજેટ સત્ર પહેલા યોજાય છે. લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ સત્ર તારીખ 31 જાન્યુઆરી 2024થી શરૂ થશે અને 9 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણી બાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

વચગાળાનું બજેટ એટલે શું ?
બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી કરવામાં આવશે. ગયા વર્ષના બજેટ સત્રમાં બે ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં લોકસભા અને રાજ્યસભા બંને માટે કુલ 25 બેઠકો હતી. વચગાળાનું બજેટ 31 જાન્યુઆરી 2024થી શરૂ થશે ત્યારે તમને સવાલ થતો હશે કે આ વચગાળાનું બજેટ એટલે શું છે? દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોય ત્યારે નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરતા હોય છે. આ બજેટ કોઈપણ મુશ્કેલી વિના દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદ કરતું હોય છે. આ બજેટ સુનિશ્ચિત કરે છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો અથવા સેવાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે. જોકે કે આ બજેટમાં કોઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવતી નથી. આમાં, ભંડોળ માત્ર ચાલુ યોજનાઓ અથવા યોજનાઓ માટે ફાળવવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું કામચલાઉ બજેટ છે. જે ખાલી 2 મહિના સુધીનું હોય છે. જોકે જો જરૂર પડે તો આ માન્યતાને વધારી શકાય છે. વચગાળાના બજેટનો મુખ્ય હેતુ નવી સરકારને સુરક્ષિત સ્થિતિ પ્રદાન કરવાનો છે જેથી તે સારી શરૂઆત કરી શકે.

આ પણ વાચો: EDએ લાલુ યાદવને 5 કલાકમાં એવા કર્યા સવાલ કે છૂટી ગયો પરસેવો

CISFની ટુકડી તૈનાત
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓની તપાસ માટે સંસદ સંકુલમાં 140 કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના જવાનોની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ સંસદના કર્મચારીઓને સંસદ ભવન પરિસરમાં ફોટોગ્રાફ કે વીડિયો ન બનાવવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાચો: નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક