December 24, 2024

નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત, કેન્સરની 3 દવાઓ સસ્તી થશે

Health Budget 2024 નાણામંત્રીએ બજેટમાં સ્વાસ્થ્ય માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. એ વાત ચોક્કસ છે કે જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. ગત બજેટમાં નાણામંત્રીએ સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ વખતના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે કેન્સરની 3 દવાઓ સસ્તી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ દરમિયાન તેમણે કેન્સરના દર્દીઓને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

લાખો દર્દીઓને થશે ફાયદો
આજના સમયમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની દવાઓ પણ ખુબ મોંઘી આવી રહી છે. સામાન્ય લોકોને આ દવા લેવી સહેલી નથી. આજના બજેટમાં કેન્સરની 3 દવાઓ સસ્તી થઈ છે. જેના કારણે સામાન્ય લોકોને ચોક્કસ રાહત થશે. કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે. એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ હવે આપવામાં આવશે.

આ પણ વાંચો: Budget 2024: સોના-ચાંદીના ભાવમાં થશે ઘટાડો, સરકારે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી

કેન્સરની રસી આપવાની જાહેરાત
નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ છે. બજેટમાં નાણામંત્રીએ 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની જાહેરાત કરી હતી. સર્વાઇકલ વેક્સિન પર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતના બજેટમાં સ્વાસ્થ્ય બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. જેમાં સરકારે ઘણી જાહેરાત કરવામાં આવી છે.