January 20, 2025

108 રૂપિયાનો પ્લાન 28 દિવસ સુધી ચાલશે, યુઝર્સ માટે લોટરી

BSNL પાસે તેના ગ્રાહકો માટે ઘણા રિચાર્જ પ્લાન છે. જો તમે પણ BSNL સિમનો ઉપયોગ કરો છો. તો તમારા માટે સારા સમાચાર અમે લઈને આવ્યા છીએ. જે સસ્તો પ્લાન તો છે જ પરંતુ તેની સાથે ઘણી શાનદાર ઑફર્સ પણ મળી રહેશે.

મોબાઈલ યુઝર્સ બીએસએનએલ તરફ વળ્યા
ખાનગી કંપનીઓ રિચાર્જ પ્લાનમાં મોટો વધારો કર્યો છે. જેના કારણે મોટા ભાગના લોકો હવે BSNL તરફ વળ્યા છે. જે લોકો પહેલેથી જ BSNLના સિમનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનામાં જ 29 લાખથી વધુ લોકોએ BSNLનું સિમ ખરીદ્યું હતું. લોકો કંપની સાથે જોડાયેલા રહે તે માટે નવી નવી ઓફરો કંપની લાવી રહી છે. હવે BSNL દ્વારા 108 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

નંબર રિચાર્જ કરાવવો પડશે
તમને FRC પ્રથમ રિચાર્જ કૂપન મળશે. મતલબ કે આ રિચાર્જ પ્લાન નવા ગ્રાહકો માટે છે. જો તમે નવું BSNL સિમ ખરીદો છો તો તમે 108 રૂપિયાના પ્લાન સાથે નંબર રિચાર્જ કરાવવો પડશે. આવો જાણીએ ને BSNLના આ રિચાર્જ પ્લાન વિશે.

BSNL 108 રૂપિયાના પ્લાનના ફાયદા
BSNLનો 108 રૂપિયાનો પ્લાન ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી તમને આપશે. જેમાં તમને અમર્યાદિત કોલિંગની સુવિધા આપે છે. આ પ્લાનમાં તમને 28GB ડેટા મળે છે. જે તમે રોજ 1GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. BSNLના 108 રૂપિયાના પ્લાનમાં તમને 500 SMS આપવામાં આવે છે.