January 20, 2025

એક વર્ષની વેલિડિટી સાથે BSNLનો આ છે સૌથી સસ્તો પ્લાન

BSNL: રિચાર્જ પ્લાનની વધેલી કિંમતોએ મોબાઈલ યુઝર્સ ખૂબ પરેશાન થઈ રહ્યા છે. દર મહિને નવા પ્લાનને લઈને યુઝર્સ સમસ્યા બની ગઈ છે. જ્યારથી Jio Airtel અને Viએ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે ત્યારથી જ BSNL પોતાના વપરાશકર્તાઓ માટે નવા નવા સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. BSNL પાસે એક એવો પ્લાન છે કે જે 150 દિવસની લાંબી વેલિડિટી ઑફર કરે છે. આવો જાણીએ આ પ્લાન વિશે.

આ પણ વાંચો: ગૂગલ પર બેવડો ફટકો, ભારત પછી કેનેડામાં કાયદો તોડવાનો આરોપ

ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો
રિલાયન્સ જિયો, એરટેલ અને Vi માટે રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરતા યુઝર્સ માટે આ માથાનો દુખાવો થઈ ગયો છે. BSNL પાસે એક એવો પ્લાન છે જેની મદદથી તમારે દર મહિને રિચાર્જ ઝંઝટમાંથી મુક્ત થઈ શકો છો. BSNL રૂપિયા 500 કરતાં ઓછી કિંમતમાં 150 દિવસની લાંબી વેલિડિટી ઑફર કરે છે. 150 દિવસની લાંબી વેલિડિટી સાથે તેમની પાસે ઘણા બીજા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. 70 દિવસથી લઈને 105 દિવસ, 150 દિવસ, 130 દિવસ, 160 દિવસ, 180 દિવસ, 200 દિવસ સુધીની લાંબી વેલિડિટીના રિચાર્જ પ્લાન છે. 336 દિવસની વેલિડિટીનો 1499 રૂપિયાનો રિચાર્જ પ્લાનમાં તમને 336 દિવસ માટે કુલ 24GB ડેટા ઓફર કરે છે. ફ્રી કોલિંગની સાથે રોજના 100 ફ્રી SMS પણ મળે છે.