કરોડો BSNL વપરાશકર્તાઓનો તણાવ થશે દૂર, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા

BSNL વપરાશકર્તાઓને થોડા જ સમયમાં નેટવર્કની સમસ્યામાંથી રાહત મળશે. કારણ કે BSNL ટેલિકોમ કંપની તેના મોબાઇલ ટાવર્સમાં સતત વધારો કરી રહી છે. BSNLએ સમગ્ર ભારતમાં 1 લાખ નવા 4G મોબાઇલ ટાવર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ના 9 કરોડથી વધુ વપરાશકર્તાઓને સારી કનેક્ટિવિટી મળી રહેશે.
આ પણ વાંચો: નિવૃત્તિ લીધા પછી વિરાટે સંત પ્રેમાનંદજી મહારાજના લીધા આશીર્વાદ, વીડિયો આવ્યો સામે
84 હજાર 4G ટાવર લગાવાયા
DoTએ તેના સત્તાવાર પેજ પર પોસ્ટ કરી છે. જેમાં વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલા 1 લાખ 4G મોબાઇલ ટાવરમાંથી 84,000 ઇન્સ્ટોલ થઈ ગયા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શેર કરાયેલા 8 સેકન્ડના વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે 1 લાખ મોબાઇલ ટાવર લગાવવાનું કામ 83.99% પૂર્ણ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂનના અંતમાં 5G સેવા શરૂ કરવામાં આવી શકે છે.