January 20, 2025

BSNLનો આ છે સૌથી સસ્તો પ્લાન, 160 દિવસ સુધી રિચાર્જ નહીં કરાવવું પડે

BSNL Cheapest Plan: સરકારી ટેલિકોમ કંપની ગ્રાહકોને આકર્ષવા માટે સતત નવી ઓફર લાવી રહી છે. BSNL 4G નેટવર્ક પર કામ કરી રહ્યું છે. કંપની પોતાના પોર્ટફોલિયોમાં સસ્તા પ્લાન એડ કરી રહી છે. જો તમે પણ BSNL સિમના સસ્તા પ્લાન કરાવવા માંગો છો. તો અમે તમારા માટે તેની માહિતી લઈને આવ્યા છીએ.

રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત
જો તમને ઓછી કિંમતે લાંબી વેલિડિટી વાળા પ્લાનની શોધમાં છો તો BSNL ઘણા પ્લાન લઈને આવ્યું છે. ત્યારે આજના દિવસે અમે એવા પ્લાન વિશે જણાવીશું કે જેમાં તમે ઓછી કિંમતમાં લગભગ 5 મહિનાની લાંબી વેલિડિટી મળી રહેશે. એકસાથે ઘણા દિવસો સુધી રિચાર્જની ઝંઝટમાંથી તમે મુક્ત થઈ જશો.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ, મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ છીનવીને અન્ય રાજ્યોને આપવામાં આવ્યા

કેટલાક વધારાના લાભો
આ પ્લાન 997 રૂપિયાનો છે જેમાં તમને કુલ 160 દિવસની વેલિડિટી મળી રહેશે. દરરોજ 100 ફ્રી SMS પણ મળશે અને અમર્યાદિત મફત કૉલિંગ કરી શકો છો. BSNLના 997 રૂપિયાના ડેટામાં રોજ તમને 2GB ડેટા મળશે. તેની સાથે રિચાર્જ પ્લાનમાં કેટલાક વધારાના લાભો પણ ઉપલબ્ધ છે.