December 19, 2024

BSNLએ ફરીવાર ટેલિકોમ કંપનીઓનું ટેન્શન વધાર્યું! જાણો કારણ

BSNL 4G Users: BSNLએ ફરી બીજી ટેલિકોમ કંપનીઓને મોટો ઝટકો આપ્યો હતો. BSNL કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં 65 લાખથી વધુ નવા યુઝર્સ ઉમેરી દીધા છે. થોડા જ સમયમાં કંપની તેની સર્વિસમાં વધારો કરશે. 4G સર્વિસ કોમર્શિયલ રીતે શરૂ કરવા જઈ રહી છે.

યુઝર્સને બહેતર નેટવર્ક કનેક્ટિવિટી
BSNL તેની સુવિધામાં વધારો કર્યો છે. સુવિધામાં વધારો કરતા BSNLએ Jio, Airtel અને Vodaનું ટેન્શન વધારી દીધું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં તેના નેટવર્કમાં 65 લાખથી વધુ નવા વપરાશકર્તાઓ ઉમેરવામાં આવ્યા છે. આ વિશેની માહિતી દૂરસંચાર વિભાગે આપી છે. કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં 65 લાખ નવા વપરાશકર્તાઓ ઉમેર્યા છે.

આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યો 90 દિવસનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

કંપનીનું ફોકસ યુઝર્સ વધારવા પર
જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Viના મોબાઈલ પ્લાન મોંઘા કરી દીધા છે. આ પછી વપરાશકર્તાઓ BSNL સાથે જોડાયા છે. મહત્વની વાત છે કે BSNL નજીકના સમયમાં મોબાઇલ પ્લાનને મોંઘા નહીં કરે. જેના કારણે યુઝર્સ BSNL સાથે જોડાઈ રહ્યા છે. BSNL એ તાજેતરમાં 51,000 નવા 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે, જેમાંથી 41,000 થી વધુ ટાવર લાઈવ કરી દેવામાં આવ્યા છે.