December 24, 2024

BRTS મુસાફરો માટે જનમિત્ર કાર્ડ બંધ, મુસાફરોને થઈ રહ્યું છે નુકસાન

BRTS Bus Ahmedabad: અમદાવાદની સામાન્ય સવારી એટલે BRTS Bus અને AMTS Bus છે. મોટા ભાગના અમદાવાદીઓ આ બંને બસનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે. આ વચ્ચે હવે માહિતી મળી રહી છે કે બીઆરટીએસ મુસાફરો માટે જનમિત્ર કાર્ડ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલુ કાર્ડ છે તેની વેલિડિટી સુધી ચાલશે.

આ પણ વાંચો: લાડી ફિલિપાઈન્સની સાયબો અંકલેશ્વરનો, બંનેની સોશિયલ મીડિયાએ બનાદી જોડી

જનમિત્ર કાર્ડ કરાયું બંધ
બીઆરટીએસ મુસાફરો માટે જનમિત્ર કાર્ડ 16 નવેમ્બરથી બંધ કરવામાં આવ્યું છે. ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આ કાર્ડ બંધ કરાયું હોવાની માહિતી મળી રહી છે. હવેથી કાર્ડ નવા પણ નહીં મળે કે પછી રિપ્લેસ પણ નહીં થાય. રોજ મુસાફરી કરતા લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ કાર્ડ બંધ કરવામાં આવ્યું છે તો તેના કારણે અમને નુકસાન થશે અને વધારે ભાડું અમારે ભરવું પડશે. કાર્ડમાં લોકોને 40 ટકા જેટલો ફાયદો મળતો હતો.