બ્રિટનને ખાલિસ્તાનીઓ અને હિન્દુ રાષ્ટ્રવાદીઓથી ખતરો, લીક થયેલા રિપોર્ટમાં ખુલાસો

UK Hindu nationalist extremism: યુકેના ગૃહ મંત્રાલય સાથે સંબંધિત એક રિપોર્ટ લીક થયા બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બ્રિટનને હિન્દુ રાષ્ટ્રવાદ અને ખાલિસ્તાની સમર્થકોથી ખતરો છે. લીક થયેલા દસ્તાવેજમાં બ્રિટનમાં હાજર નવ પ્રકારના ખતરાઓનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટને આ જોખમોનો સામનો કરવાની જરૂર છે. રિપોર્ટમાં ઇસ્લામવાદ, દક્ષિણપંથ અને ડાબેરી પક્ષોનો પણ ઉલ્લેખ છે. બ્રિટિશ ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં પહેલીવાર હિન્દુ રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને ચિંતાજનક વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવ્યા છે.
લેસ્ટરમાં થયેલા રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો
2022માં લેસ્ટરમાં થયેલા રમખાણોને કારણે હિન્દુ રાષ્ટ્રવાદને ખતરા તરીકે સામેલ કરવામાં આવ્યો છે. 28 ઓગસ્ટ 2022ના રોજ, ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચ પછી હિન્દુ અને દક્ષિણ એશિયાઈ મૂળના બ્રિટિશ મુસ્લિમો વચ્ચે અથડામણ થઈ હતી.
ખાલિસ્તાન સમર્થકો અંગે ચિંતા
રિપોર્ટમાં ખાલિસ્તાન સમર્થકો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ અહેવાલમાં ભારતની વિદેશમાં થતી પ્રવૃત્તિઓ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં શીખો વિરુદ્ધ હિંસામાં તેની કથિત સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ જાણો
યુકેના ગૃહ કાર્યાલયના સુરક્ષામંત્રી ડેન જાર્વિસે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે ‘રિપોર્ટનું કયું વર્ઝન લીક થયું છે તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.’ તેમણે એ પણ ભાર મૂક્યો કે રિપોર્ટના દાવાઓ સરકારી નીતિનું પ્રતિનિધિત્વ કરતા નથી.