January 18, 2025

ગુંદાળાથી ફરેણી ધોરાજી તરફ જતા રોડ ઉપર કેનાલનો પુલ ધરાશાયી, વાહન ચાલકો પરેશાન

Dhoraji News: ધોરાજીથી ફરેણી તરફ જવાના ભાદર કેનાલ ઉપરનો પુલ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. ગુંદાળાથી ફરેણી ધોરાજી તરફ જવાનાં રોડ ઉપર કેનાલનો પુલ ધરાશાયી થયો છે. પાંચ દિવસ પહેલા પુલ બેસી ગયો છે.  પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી થયો છે.

આ પણ વાંચો: મોટી કુકાવાવ ગામેથી પકડાયું દેહવ્યાપારનું રેકેટ, ગેંગરેપ કેસમાં થયો મોટો ખુલાસો

એક બાજુનો ભાગ ધરાશાયી થયો
ભાદર કેનાલના પુલ ઉપર ડંપર બેસી જતા પુલનો એક બાજુનો ભાગ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસ થયા છતાં પણ સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ના થઈ હોવાના કારણે ખેડૂતોની સાથે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને ફરેણી તરફ જવા માટે પાંચ કિલોમીટર ફરીને જવુ પડતું હોવાના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે.