January 21, 2025

બિહાર દિવસે જ કોસી નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, એકનું મોત

Bihar Koshi Bridge Collapse: બિહારની કોસી નદી પર બની રહેલો પુલ આજ સવારે પડી ગયો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પુલના પિલર નંબર 50થી 52 વચ્ચેનો પુલનો ભાગ જમીન ધ્વસ્થ થઈ ગયો છે. મહત્વનું છેકે, પુલની સ્લેબ પડવાના કારણે એક મજુરનું મોત થયું છે. જ્યારે અનેક મજુરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે બાદ ઘટના સ્થળ પરથી પુલ નિર્માણનું કામ કરનાર ટ્રાંસરેલ અને ગેમન કંપનીનો કોન્ટ્રાકટ ફરાર થઈ ગયો છે.

વિસ્તારના ડીએમ કૌશલ કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, સવારના સાત વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો 9થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બહાર કાઠવામાં આવ્યા હતા. આ ઘટનામાં જે મોત થનાર મજુર પશ્ચિમ બંગાળના રહેવાસી છે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

દેશનો સૌથી લાંબો પુલ
કોસી નદી પર કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી 1200 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલને દેશનો સૌથી લાંબો નદી પરના પુલ તરીકે ઓળખવામાં આવે છે. આ પુલ 10.2 કિલોમીટર લાંબો છે. આ પુલના કારણએ સુપૌલ અને મધબનીનું અંતર 30 કિલોમીટર જેટલું ઓછું થઈ જશે.