લૂંટેરી દુલ્હન નીકળી HIV પોઝિટિવ, મહિલા સાથે લગ્ન કરનારા 5 વરરાજા ટેન્શનમાં
ઉત્તર પ્રદેશ: પશ્ચિમ યુપીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ઉત્તરાખંડની એક દુલ્હન કે જેણે લોકોને લગ્ન કરીને લૂંટી લીધા હતા, તેને પોલીસે પકડીને જેલમાં મોકલી દીધી હતી. હવે લૂંટેરી દુલ્હનએ પોલીસને જે કહ્યું તે સાંભળીને લોકો ચોંકી ગયા છે. ખરેખરમાં તે લૂંટેરી દુલ્હન HIV પોઝીટીવ મળી આવી છે. આ અંગેની જાણ થતાં જ યુવતી સાથે લગ્ન કરીને છેતરપિંડીનો ભોગ બનેલા પાંચેય વરરાજાઓ ટેન્શનમાં આવી ગયા છે. પોલીસ હવે મહિલા સાથે હનીમૂન મનાવનારને શોધી રહી છે. મહિલા સાથે કોના સંબંધો હતા અને કોણે તેની સાથે લગ્ન કર્યા હતા તે તમામ લોકોની પોલીસ તપાસ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડના રૂદ્રપુરની રહેવાસી એક મહિલા યુપીના ભોળાભાળા વરરાજાને ફસાવતી હતી. પછી તે તેમની સાથે લગ્ન કરી તેમને લૂંટી ભાગી જતી હતી. મહિલાએ એકલી નહીં પરંતુ આખી ગેંગ સાથે કામ કરતી હતી. ગયા મહિને લૂંટના બનાવો વધ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને મહિલા અને તેની ગેંગના વધુ સાત લોકોની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે મહિલાને જેલમાં મોકલી આપી હતી. જ્યારે મહિલાએ કહ્યું કે તે એચઆઈવી પોઝીટીવ છે ત્યારે પોલીસ ચોંકી ગઇ હતી. મહિલા HIV પોઝીટીવ હોવાના સમાચારથી પોલીસ પ્રશાસનમાં ભૂકંપ સર્જાયો હતો.
આ પણ વાંચો: પોલીસ શું કરે છે તે જાણવા 13 વર્ષના કિશોરે એરપોર્ટ પર બોમ્બ હોવાની સૂચના આપી
પોલીસે તુરંત આરોગ્ય વિભાગના કર્મચારીઓને બોલાવીને મહિલાની તપાસ કરાવી. ટેસ્ટમાં મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પોલીસ હવે મહિલા પાસેથી તે લોકોના નામ જાણવાનો પ્રયાસ કરી રહી છે જેમની સાથે તેણે હનીમૂન મનાવ્યું હતું. મહિલાએ પોલીસને તે પાંચ વરરાજા વિશે પણ જણાવ્યું કે જેમની સાથે તેણે લગ્ન કર્યા અને તેમને લૂંટનો શિકાર બનાવ્યા હતા. મહિલા એચઆઈવી પોઝીટીવ હોવાના સમાચાર તેની સાથે લગ્ન કરનાર પાંચ વરરાજા સુધી પહોંચતા તેઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા. હવે પોલીસ તેમનો ટેસ્ટ પણ કરાવશે.
મહિલા અમીર લોકોને ફસાવતી હતી
પોલીસે જણાવ્યું હતું કે લૂંટેરી દૂલ્હન તેના સંબંધીઓ સાથે પહેલા પૈસાદારો સાથે સંપર્ક વધારતી હતી અને પછી તેમને ફસાવતી હતી. તે બેચલર્સને ટાર્ગેટ કરતી અને તેમની સાથે લગ્ન કરતી. પોલીસે જણાવ્યું કે મહિલા એટલી હદે દુષ્ટ હતી કે લગ્ન બાદ તે થોડા દિવસો સુધી તેના સાસરિયાના ઘરે રહેતી હતી. સાસરીમાં બધાના દિલ જીતી લીધા બાદ તે તેમના દાગીના ચોરી લેતી અને મોકો મળતા જ ભાગી જતી હતી. આ પછી મહિલા પણ બીમાર પડી ગઇ હતી. તે દરમિયાન જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી ત્યારે તે HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન મહિલાએ કોઈ દવા ન લીધી અને ત્યાંથી ચાલી ગઈ હતી.