January 22, 2025

બ્રિક્સમાં સામેલ થાય 30થી વધુ દેશો: સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિનું સંબોધન

BRICS Summit: રશિયાના કઝાનમાં BRICS સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી મંગળવારે રશિયાના કઝાન રિપબ્લિક પહોંચ્યા હતા. મંગળવારે પીએમ મોદીએ કોન્ફરન્સના યજમાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.

પુતિને કર્યું સમિટને સંબોધન
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ સમિટ દરમિયાન પોતાના સંબોધનમાં બ્રિક્સના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સમૂહ બેઠકમાં પોતાના વિસ્તાર ચર્ચા કરશે, સાથે જ કાર્યકુશળતા જાળવી રાખવાની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખશે. પુતિને કહ્યું કે તેમની ઈચ્છા છે કે 30થી વધુ દેશો BRICSની હિસ્સો બને.

બ્રિક્સ નેતાઓનો થયો ગ્રુપ ફોટો
BRICS સમિટની શરૂઆત પહેલા તમામ સભ્ય દેશોના નેતાઓએ એક ગ્રુપ ફોટો સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયે કર્યું ટ્વીટ: મજબૂત અને સંયુક્ત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર બ્રિક્સ સમિટ દરમિયાન નેતાઓનો એક સમૂહ ફોટો શેર કરતા લખ્યું કે, સમાવેશી અને બહુપક્ષીય જગત માટે મજબૂત અને એકરૂપ. BRICS માટે ઐતિહાસિક ક્ષણ. 16મી બ્રિક્સ સમિટ માટે બ્રિક્સનો વિસ્તૃત પરિવાર.