લોકો સારી બિલ્ડિંગ નહીં, હવે સારી લાઇફસ્ટાઇલ-કોમ્યુનિટી પણ માગે છેઃ પાર્થ પટેલ
અમદાવાદઃ બ્રાન્ડ સ્ટોરીના આ આર્ટિકલમાં કવિશા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ પટેલના શબ્દોમાં જાણીએ કે બિલ્ડરની બીજી જનરેશન શું વિચારે છે અને હાલ લોકોને કેવા ઘર પસંદ છે અને તેમની કેવી-કેવી ડિમાન્ડ હોય છે.
જૂના સમયની વાત કરીએ તો, લોકોની બેઝિક ડિમાન્ડ હતી કે, સારા બિલ્ડિંગ હોય, સારા સ્પેશિફિકેશન હોય, સારું લોકેશન મળે, પણ આજના જે મારા કસ્ટમર્સ હોય કે કોઈપણ ડેવલોપરના કસ્ટમર્સ હોય તે ઘણાં નવા આવ્યા છે. ઘણાં અલગ છે. દરેક લોકોની ડિમાન્ડ અલગ અલગ છે, દરેકને કંઈક નવું આપવું પડે. અમારી જવાબદારી માત્ર ક્વોલિટી બિલ્ડિંગ્સ બનાવવાનો નથી, પરંતુ સારી લાઇફસ્ટાઇલ અને સારી કોમ્યુનિટી આપવાનો પણ છે. ફ્લેટ કે કોઈપણ રેસિડેન્સિયલ પ્રોપર્ટી હોય હવે એ ખાલી એક બિલ્ડિંગ નથી.
આપણે ત્યાં ટીપી સ્કિમનો કન્સેપ્ટ છે. તેના કારણે નવા એરિયામાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સિસ્ટમ મળી રહે છે. સિટી એરિયામાં જે નથી કરી શકતા, એ અમે બહારના એરિયામાં કરીએ છીએ. ત્યાં અમે સારામાં સારી રીતે એ ડેવલપ કરીએ છીએ. હવે અમે કોઈ પર્ટિક્યુલર બિલ્ડિંગ પર ફોકસ નથી કરતા. બિલ્ડિંગની ક્વોલિટી હોવી જોઈએ, સારું પ્લાનિંગ હોવું જોઈએ, સારી લાઇફ સ્પાન સારો હોવો જોઈએ. ગુજરાતના ઓલમોસ્ટ બધા ડેવલોપર્સમાં સેકન્ડ જનરેશન આવી ગઈ છે. એ લોકો ફોકસ એ જ કરે કે નવું શું આપવું. અમારી હેલ્થી કોમ્પિટિશન છે. તેના કારણે કદાચ અમદાવાદનો સ્કાયલાઇન 10 વર્ષ પછી જોશો તો અમે જે ભાવથી આપીએ છીએ તે બીજા સિટીની સાથે કમ્પેર નહીં કરી શકો.
કોઈ અમદાવાદમાં રહેતું હોય કે કોઈ અહીંથી માઇગ્રેટ થતું હોય, તો લોકોની ડિમાન્ડ વધી છે. તો લોકો બિલ્ડિંગ સારી હોય તેવું નથી માગતા, તે લોકો નેબર કેવાં છે તે પણ જુએ છે. પાડોશીઓ બધા સારા હશે કે નહીં તે પણ જુએ છે. આ બધું ભેગું કરવા માટે એક એવી ફિસિલિટી ઊભી કરવી પડશે. જેમાં સારા સ્પોર્ટ્સ હોય, સારા પાર્ટ્સ હોય, રોડના નેટવર્ક સરસ હોય અને ટીપી સ્કિમની સાઇટ સરસ હોય. જ્યારે બધા સારા ડેવલોપર્સ ભેગા થઈને કામ કરીએ ત્યારે કંઇક નવું જ ઉભું થાય છે.
બ્રાન્ડ એમ્બેસેડરના ઉપયોગ વિશે તમે શું કહેશો?
તેઓ જણાવે છે કે, ‘હા, હમણાં બેથી ત્રણ બ્રાન્ડ એવી છે કે જે લોકો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક્ટર કે એક્ટ્રેસને રાખે. જે લોકોને માસ સ્કેલ ઉપર વધારે કામ કરવું હોય તેવા લોકો પણ બ્રાન્ડ એમ્બેસેડરનો ઉપયોગ કરતા હોય છે. તો જેને પણ જરૂર હોય છે, તે પ્રમાણે કામ કરીને તેમને 100 ટકા સક્સેસફુલ રિઝલ્ટ મળે છે.