December 18, 2024

વિદેશીઓ તેમની પ્રોડક્ટ અહીં વેચે છે, આપણે આપણી પ્રોડ્ક્ટ વિદેશમાં જઈને વેચી જ શકીએઃ ચાર્મી

અમદાવાદઃ બ્રાન્ડ સ્ટોરીના આ આર્ટિકલમાં વાત કરીશું Rewynd Snacksના સ્થાપક-મેનેજિંગ ડિરેક્ટર અને ગુલાબ ઓઇલ્સ એન્ડ ફૂડ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાર્મી નથવાણીની સંઘર્ષની કહાણી વિશે…

ચાર્મી જણાવી છે કે, ‘હું કમ્પ્યૂટર એન્જિનિયરિંગ કરતી હતી. બીજા વર્ષમાં જ ખબર પડી કે નહીં મજા આવે. પછી થયું કંઈક અલગ કરવું છે. ત્યારે વિચાર્યું કે, કંઈક અલગ શું કરી શકાય… તો પહેલું ઓપ્શન એ જ મળે કે ફેક્ટરી જતા રહીએ. પપ્પા એમ જ કહે કે, એન્જિનિયરિંગ કર્યું છે, મશીન આવડે છે, ચાલો ફેક્ટરી ઓફિસે નહીં આવવાનું. ત્યાંથી મારી સફરની શરૂઆત થઈ.’

તેઓ આગળ જણાવે છે કે, ‘પહેલા તો હું એ લોકોને મળી કે જે ત્યાં કામ કરે છે, ત્યાં ઓઇલ બનાવે છે. એટલા વિશ્વાસથી બનાવે છે કે અમે તને ડબ્બામાં કે બોટલમાં ગ્રાહક સુધી પહોંચાડતા અમને જે મજા આવે છે ત્યાંથી સમજાયું. એમના જીવનમાં પણ ઘણાં પ્રોબ્લેમ્સ હોય છે, તેઓ બહારથી આવીને કામ કરે છે. એ લોકોની મહેનતનું ફળ અમે સારી રીતે ગ્રાહક સુધી ન પહોંચાડી શકીએ તો તેમની સાથે અમે અન્યાય કર્યો કહેવાય. તેથી જ અમારી ઓઇલ પ્રોડક્ટ ‘ગુલાબ’ વિશ્વાસ માટે જાણીતી છે.’

અમે નક્કી કર્યું કે, શિંગતેલની સારામાં સારી ક્વોલિટી કેવી રીતે આવી શકે. અમે બધા માંગરોળમાં મોટા થયા છીએ. ત્યાં જ અમારી ઓઇલ ફેક્ટરી છે. ત્યાં નાના હતા ત્યારે પણ જતા અને પછી વિચાર્યું કે આપણે આ જ કરતા મોટા થયા છીએ, તો આપણું કામ એ જ છે કે તેને આગળ વધારીએ. આપણી ગુજરાતી પ્રજાને મોંઘી વસ્તુઓ હોય એટલે તેને સારી ગણીને ખરીદવાની ટેવ હોય છે. કેલિફોર્નિયાની બદામ હજારો રૂપિયા કિલોના ભાવે વેચાય છે પરંતુ તેના કરતાં વધારે પ્રોટીન શિંગમાંથી મળે છે, તે પણ બદામથી ઓછા ભાવમાં. તો તેના કારણે જ અમારો ઇન્ટેનશન એ છે કે બીજા આવીને તેમની પ્રોડક્ટ ભારતમાં વેચી જાય છે. તો આપણે પણ આપણી ભારતીય પ્રોડક્ટ વિદેશના માર્કેટમાં વેચી શકીએ છીએ.’