‘Aava Natural Mineral Water’નાં બ્રાન્ડ મેનેજર અવંતિ મહેતાનાં શબ્દોમાં સંઘર્ષની કહાણી…
અમદાવાદઃ ગુજરાતીઓનો ધંધા-બિઝનેસ સાથે લોહીનો સંબંધ છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ ગુજરાતીઓની સંઘર્ષગાથા જણાવતી ‘બ્રાન્ડ સ્ટોરીઝ’ નામની નવી સિરિઝ ચાલુ કરી છે. જેમાં અમને તમને જણાવીશું સક્સેસફુલ થયેલા ગુજરાતી બિઝનેસમેનની સફળતાની કહાણી… આ આર્ટિકલમાં વાંચો ‘Aava Natural Mineral Water’ વિશે…
Aava Natural Mineral Waterના બ્રાન્ડ મેનેજર અને ક્રિએટિવ ડિરેક્ટર અવંતિ મહેતા કહે છે કે, ‘આવાને મિનરલ વોટર તરીકે ઓળખાય છે. તે કુદરતી પાણી છે. યુરોપમાં સ્પ્રિંગ વોટર તરીકે ઓળખાય છે. તેને પ્યોરિફિકેશનની જરૂર નથી. આવા યુનિક છે. કારણ કે નેચરલ મિનરલ વોટર પણ છે. કુદરતી આલ્કલાઇન પાણી છે. લોકો એ નથી સમજતા Ph મીનારિલિટી પર ડિપેન્ડ કરે છે. મિલરલ હોય તો જ Ph બતાવે છે. Ph 7થી ઉપર હોય તો પાણી આલ્કલાઇન છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ બાયકાર્બોનેટ હોય તો જ Ph વધુ બતાવે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘આ કંપની મારા પપ્પાએ આ લોન્ચ કરી હતી. 45 વર્ષની ઉંમરે તેમણે શરૂઆત કરી હતી અને ત્યારે મારી ઉંમર 13 વર્ષની હતી. મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે, મારે ફેમિલિ બિઝનેસમાં જ ઝંપલાવવું છે. મને ફેશન, લાઇફ સ્ટાઇલ અને એડવર્ડટાઇઝમેન્ટમાં કામ કરવું પસંદ હતું. ત્યારે હું અમદાવાદમાં રહેતી હતી. ત્યારબાદ કોરોના આવ્યો અને ફરીથી હું ઘરે પાછી આવતી રહી. તે સમયે પણ મારા પપ્પા અને ભાઈ કામ કરતા હતા. અમારી કંપની ચાલુ જ હતી. તે સમયે મેં પાણી વિશે ઘણું જાણ્યું અને તેની કિંમત જાણી.’
તેઓ આગળ કહે છે કે, પાણીની કિંમત જાણ્યા પછી હું તેના વિશે ભણી પણ ખરી અને પછી પપ્પા સાથે બિઝનેસમાં જોડાઈ ગઈ હતી. મને ખબર છે કે, આજની જનરેશન સોશિયલ મીડિયા સાથે જોડાયેલી છે અને હું તેમની સાથે બહુ ફેમિલિયર છું. સોશિયલ મીડિયામાં શું જોવું પસંદ કરે છે. તેમને કેવી માહિતી જોઈએ છે.. તેની મને પૂરેપૂરી જાણકારી હતી. તેથી મેં કંપનીની સોશિયલ મીડિયા ચેનલની શરૂઆત કરી અને ત્યારબાદ ઇ-કોમર્સની શરૂઆત કરી હતી.’
તેઓ કહે છે કે, બધાને ઓર્ગેનિક ખાવું છે. બધાને જાણવું છે કે, તે જે શાકભાજી ખાય છે તે ક્યાં ઉગ્યું છે. પરંતુ કોઈ પાણી માટે આ વાત નથી પૂછતું. તમારું પાણી ક્યાંથી આવે છે? તેથી મેં આ પ્રશ્નનો જવાબ આપવા કંપની જોઈન કરી અને અત્યાર સુધીની આ આખી સફર ખૂબ સરસ રહી છે. અત્યારે ‘આવા નેચરલ મિનરલ વોટર’ને 20 વર્ષ થયા છે. તેથી અમારું સૂત્ર છે કે, ‘True to Nature, True to You’.