નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં મહાદેવને સ્વામીના સેવક તરીકે દર્શાવાના મામલે બ્રાહ્મણ સમાજમાં રોષ

BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં મહાદેવ અને પાર્વતી માતાને સ્વામીના સેવક તરીકે દર્શાવાના મામેલ બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બ્રાહ્મણ સમાજમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય અવાર નવાર સંસ્કૃતિનું અપમાન કરે છે. પોતાનું પાપ છુપાવવા આવું કૃત્ય કરે છે. સંપ્રદાયના મોટા સંતો અને સાધુઓ કેમ આવા સ્વામીઓ સામે કાર્યવાહી નથી કરતા? કોઈ પણ સ્વામી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવું કૃત્ય હવે કરશે તો અમે મેથીપાક ચખાડશું. નીલકંઠ ચરિત્ર પુસ્તકના લેખક અને પ્રકાશક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો: SA vs NZ: સેમિફાઇનલ મેચમાં કેવું રહેશે લાહોરનું હવામાન, જાણો

બીજેપીની મીઠી નજર હેઠળ સનાતન ધર્મનું અપમાન
બાળકો માટે લખાયેલ “નીલકંઠ ચરિત્ર” પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા છે. પુસ્તકના પેઈજ નંબર 10 માં લખાયું છે ” મેળામાં નીલકંઠની મહાદેવ અને પાર્વતીજીએ બ્રહ્મણનો વેશ ધારણ કરીને સેવા કરી” હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા ફરેણીના સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે બ્રહ્મણ અગ્રણી ઇન્દ્રનિલ રાજગુરુએ નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને આવું હિન્ન કક્ષાનું લખવું પડે તે શરમજનક બાબત છે. સંપ્રદાયમાં સંપુર્ણતા હોય તો બીજા કોઈને નમતા શુકામ દેખાડાય? ક્યારેક હનુમાનજીતો ક્યારેક મહાદેવજી પર ટિપ્પણી કરાઈ રહી છે. મન ફાવે તેવું વર્તન કરાઈ છે. બીજેપીની મીઠી નજર હેઠળ સનાતન ધર્મનું અપમાન કરાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ફક્ત નાણાંમાં રસ છે.