May 21, 2024

ક્રિક્રેટમાં બોક્સિંગની એન્ટ્રી! જાણો બોક્સિંગ ક્રિક્રેટ ડેનો ઇતિહાસ…

boxing cricket match

શું તમે ક્યારેય બોક્સિંગ ક્રિક્રેટ વિશે સાંભળ્યું છે. જો ના તો જેમ ફાધર્સ ડે, મધર્સ ડે કે અન્ય ડેની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે 26મી ડિસેમ્બરના રોજ બોક્સિંગ ડે ટેસ્ટની ઉજવણી કરવામાં આવે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે ક્રિકેટમાં ‘બોક્સિંગ’ની એન્ટ્રી કેવી રીતે થઈ? બોક્સિંગ ડે ટેસ્ટનો ઇતિહાસ શું છે? આખરે 26મી ડિસેમ્બરે જ બોક્સિંગ ડે શા માટે? ઉપરાંત, બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ શું રહ્યો છે? તો આ આર્ટિકલમાં મેળવો તમારા તમામ પ્રશ્નનોના જવાબ.

‘બોક્સિંગ ડે’નો ઇતિહાસ શું છે?

ખરેખર, ‘બોક્સિંગ ડે’ નાતાલના એક દિવસ પછી એટલે કે 26મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ‘બોક્સિંગ ડે’ યુનાઇટેડ કિંગડમ સહિતના દેશોમાં ઉજવવામાં આવે છે જે એક સમયે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. આ દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, નાઈજીરીયા, ત્રિનિદાદ-ટોબેગો અને દક્ષિણ આફ્રિકા સહિતના ઘણા દેશો સામેલ છે.

આ પણ વાંચોઃ ક્રિસમસ 2023: અનન્યાએ નવા ઘરમાં કરી ક્રિસમસની ઉજવણી

એવું માનવામાં આવે છે કે 1800 ની આસપાસ, રાણી વિક્ટોરિયાના શાસન દરમિયાન, નીચલા બ્રિટિશ સમાજના સેવકોને નાતાલ દરમિયાન તેમના માસ્ટર્સ તરફથી હાથથી પસંદ કરેલી ભેટો આપવામાં આવી હતી. તે જ સમયે, આ ભેટોને ‘ક્રિસમસ બોક્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ પછી આ દિવસ ‘બોક્સિંગ ડે’ તરીકે ઓળખાવા લાગ્યો. ઉપરાંત, આ દિવસે યોજાનારી મેચને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ નામ આપવામાં આવ્યું હતું.

boxing cricket match

પછી આ રીતે બોક્સિંગ ડે ટેસ્ટની શરૂઆત થઈ…

તે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં શરૂ થયું હતું, વર્ષ 1892 હતું… શેફિલ્ડ શિલ્ડ ટુર્નામેન્ટ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિસમસના દિવસે રમાઈ હતી. વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સની ટીમો સામસામે હતી. આ પછી, પ્રથમ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ડે ટેસ્ટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, વર્ષ 1950 હતું. જો કે, આ ટેસ્ટ 26 ડિસેમ્બરને બદલે 22 ડિસેમ્બરે શરૂ થઈ હતી, ટેસ્ટનો પાંચમો દિવસ બોક્સિંગ ડે હતો.

1982થી બોક્સિંગ ડે ટેસ્ટની શરૂઆત થઈ
બોક્સિંગ ડે ટેસ્ટની શરૂઆત 1892માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી. બોક્સિંગ ડે ટેસ્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, નાઇજીરીયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ત્રિનિદાદ-ટોબેગોમાં રમાય છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાએ આ દિવસે સૌથી વધુ ત્રણ ટેસ્ટ મેચ જીતી છે.

આ પણ વાંચોઃ દેશનું પ્રથમ લાયન સફારી હવે ગુજરાતમાં, સરકારે આપી લીલી ઝંડી

સેન્ચુરિયનમાં ભારત-દક્ષિણ આફ્રિકાની ટક્કર થશે

ODI અને T20 સીરિઝ બાદ હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. પ્રથમ મેચ સેન્ચુરિયનના સ્પોર્ટ્સપાર્ક સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી આ ટેસ્ટ સિરીઝ ખૂબ જ ખાસ છે. આજ સુધી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે તેના જ ઘરમાં એકપણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માના ખભા પર આ ઈતિહાસને બદલવાની અને ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતાડવાની મોટી જવાબદારી હશે.

બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શું છે?

ક્રિસમસનો તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે આયોજિત ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. તે એવા લોકોને સમર્પિત છે જેઓ નાતાલના દિવસે પણ રજા લીધા વિના તેમના કામ અથવા ફરજમાં વ્યસ્ત રહે છે. જેથી કરીને લોકો નાતાલના દિવસે બોક્સમાં મળેલી ભેટને ખોલે અને મેચ જોતી વખતે આનંદ માણી શકે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. સ્ટેડિયમમાં ભારે ભીડ છે. ફેન્સ આ દિવસને સંપૂર્ણ રીતે ઉજવે છે.

આ પણ વાંચોઃ ODI ક્રિક્રેટમાં સૌથી વધુ મેચ હારનાર આ ટીમો માટે વર્ષ 2023 રહ્યું Unlucky !

ભારતે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ કેટલી વખત રમી છે?

ઓસ્ટ્રેલિયા સામે ભારતે કુલ 9 બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી છે. આ નવ ટેસ્ટ મેચ 1985, 1991, 1999, 2003, 2007, 2011, 2014, 2018 અને 2020માં રમાઈ હતી, પરંતુ તેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 2 મેચ જીતી શકી હતી અને 5માં હાર થઈ હતી. 2 ટેસ્ટ મેચ ડ્રો થઈ રહી છે.