December 23, 2024

આજે નહીં આવતીકાલે T20 World Cup 2024ની બંને સેમિફાઇનલ રમાશે

T20 World Cup 2024 Semi-Final: ટી-20 વર્લ્ડ કપ 2024 ની સુપર 8 મેચો પૂરી થતાની સાથે જ જાહેરાત કરવામાં આવી હતી કે આ વખતે કઈ ચાર ટીમો સેમિફાઈનલ મેચમાં પ્રવેશ કરશે. ભારત અને અફઘાનિસ્તાન સુપર 8 ના ગ્રુપ 1 માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે, જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ ગ્રુપ 2 માંથી ટોપ 4 માં જગ્યા બનાવી છે, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન છે કે આખરે ભારતના સમય અનુસાર આ મેચોમાં સેમિ-ફાઇનલ માટે શેડ્યૂલ અને સમય શું છે? જો તમે પણ તમારા મનમાં આ પ્રશ્ન લઈને ફરતા હોવ તો આજે અમે તેનું નિરાકરણ લાવી દીધુ છે.

ટી-20 વર્લ્ડ કપ 2024ની બંને સેમિફાઇનલ મેચો એક જ દિવસે રમવાની છે. તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ આ સત્ય છે. વેસ્ટ ઈન્ડિઝના મતે ભલે પહેલી સેમીફાઈનલ 26મી જૂને રમાશે પરંતુ ભારતીય સમય અનુસાર પહેલી અને બીજી સેમીફાઈનલ 27મી જૂને જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે છે જે ત્રિનિદાદમાં રમાશે અને બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છે જે ગયાનામાં રમાશે. પ્રથમ સેમિફાઇનલ 26 જૂને યોજાશે પરંતુ ભારતમાં 27 જૂને પ્રસારિત થશે.

આ પણ વાંચો: એશિયા કપના શિડ્યૂલમાં બદલાવ, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર

ખરેખરમાં વેસ્ટ ઈન્ડિઝ અને ભારતના સમયમાં ઘણો તફાવત છે. વેસ્ટ ઈન્ડિઝના હિસાબે આ મેચ 26 જૂને જ રમાશે. મેચ સ્થાનિક સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે, પરંતુ ભારતમાં તે સમય બીજા દિવસે એટલે કે 27 જૂને સવારે 6 વાગ્યાનો હશે. આ સિવાય ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ 27 જૂને રમાવાની છે. સ્થાનિક સમય અનુસાર મેચ 27 જૂને સવારે 10:30 વાગ્યે શરૂ થશે પરંતુ ભારતમાં તે સમયે તે 27 જૂને રાત્રે 8 વાગ્યે હશે. આ રીતે બંને સેમિફાઇનલ ભારતીય સમય મુજબ એક જ દિવસે યોજાશે.