કુંડલધામના જ્ઞાનજીવનસ્વામીનો બફાટ – સ્વામિનારાયણે વિઘ્ન હરવાનું કામ સોંપ્યું એટલે ગણપતિજી આ કામ કરે છે!

બોટાદઃ શહેરના કુંડલધામના જ્ઞાનજીવન સ્વામીના ગણપતિજીને વિઘ્ન નાશ કરવાનુ કામ સ્વામિનારાયણ દ્વારા સોપ્યું હોવાનો વિવાદીત વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોને લઈને ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં સપડાયું છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અંગે બેફામ વાણીવિલાસ કરતા હોય છે.
આ વીડિયોમાં જ્ઞાનજીવન સ્વામી કહી રહ્યા છે કે, શ્રીહરિએ વિઘ્ન હરવાનું કામ સોપ્યું છે એટલે ગણપતિજી આ કામ કરે છે. આમ કહીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તમામ દેવતાઓથી ઉપર હોવાનું કથા દરમિયાન વક્તા દ્વારા શ્રોતાઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.